તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાંધીધામ: 10 એકર જમીન મેળવી રાષ્ટ્રીય કક્ષાનું ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવાશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીધામ:પૂર્વ કચ્છના ઉગતા ક્રિકેટરોને ભવિષ્ય માટે રાષ્ટ્રીય કક્ષાએ તક મળે તે હેતુથી કચ્છ ડિસ્ટ્રીક્ટ (રૂરલ) ક્રિકેટ એસોસિયેશનના નવા નિમાયેલા પ્રમુખે 10 એકર જમીનમાં ઇન્ટરનેશનલ લેવલનું ગ્રાઉન્ડ બનાવી ટર્ફ વિકેટની સુવિધા ઉપલબ્ધ કરવાની જાહેરાત કરી છે.કેડીઆરસીના પ્રમુખ ચંદ્રશેખર અયાચીએ ગઇકાલે તેમની નિમણૂકની માહિતી આપી પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ગત વર્ષે ક્રિકેટ એસોસિયેશને સારું કામ કર્યું છે.
ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડની લાઇટ લગાવી ડે-નાઇટ ટુર્નામેન્ટ કરી શકાય
સારી ટીમ બનતા અન્ડર 16 સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત સેમી ફાઇનલમાં પહોંચી હતી. ખેલાડીઓને સુવિધા આપવાના હેતુથી ટર્ફ વિકેટ સહિતની પીચનું નિર્માણ કરીને નવું સ્ટેડિયમ ભવિષ્યમાં બને તેમાં ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડની લાઇટ લગાવી ડે-નાઇટ ટુર્નામેન્ટ કરી શકાય અને ઇન્ટરનેશનલ કક્ષાનું મેદાન હોવાથી આ એસોસિયેશન સૌરાષ્ટ્ર એસોસિયેશન સાથે બીસીસીઆઇ એફિલેટેડ હોઇ આંતરરાષ્ટ્રીય કક્ષાની મેચ પણ મળી શકે.
રવીન્દ્ર જાડેજા, ચેતેશ્વર પૂજારા જેવા ખેલાડીઓ સંકુલની પીચ પર રમતા જોવા મળશે
વધુમાં અયાચીએ જણાવ્યું હતું કે, હવે એ દિવસો દૂર નથી કે જ્યાં રવીન્દ્ર જાડેજા, ચેતેશ્વર પૂજારા જેવા ખેલાડીઓ સંકુલની પીચ પર રમતા જોવા મળશે. ખેલાડીઓને પ્રોત્સાહન મળે તે માટે તમામ પ્રયત્નો તેમની ટીમ દ્વારા કરવામાં આવશે. આ પ્રસંગે શરદ શેટ્ટી, સંજય ગાંધી વગેરે હાજર રહ્યા હતા. જૂના હોદેદારોમાં પ્રમુખ સિવાયના તમામને યથાવત રાખવામાં આવ્યા હતા. તે અંગેની જાહેરાત પૂર્વ પ્રમુખ રાજકુમાર મોટવાણીએ ગઇકાલે કરી હતી.

ગર્લ્સ ખેલાડી માટે પણ સુવિધા ઉપલબ્ધ કરાઇ
સંકુલમાં તબક્કાવાર અન્ડર 16, 19 અને 23 તથા રણજીત ટ્રોફી રમી શકે તે માટે અશ્વિની કચ્છાવા સહિતના કોચ દ્વારા તાલીમ અપાઇ રહી છે.

35 વર્ષથી વધુની વયના લોકો માટે પણ મેચ રમાડાશે
અયાચીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, 35 વર્ષથી ઉપરની ઉંમરના લોકો માટે પણ મેચનું આયોજન કરવામાં આવશે, જેમાં સંકુલના જુદા-જુદા ક્ષેત્રના લોકોને સાંકળવામાં આવશે. ઉદ્યોગ, શિક્ષણ સહિતના ક્ષેત્રમાંથી ટીમ ઉભી કરીને મેચ રમાડવામાં આવશે.
આગળની સ્લાઇડમાં વાંચો,સૌરાષ્ટ્ર એસોસિયેશને સારો રિસ્પોન્સ આપ્યો છે...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો