તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાંધીધામ: ત્રિપલ અકસ્માતમાં બારોબાર સમાધાનનો પોલીસનો દાવો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામ: સોમવારે રાત્રે એરપોર્ટ રોડ પર રોંગ સાઇડમાં રેસીંગ લગાવી દોડતી બે નબીરાઓની કારોએ રાઇટ સાઇડમાં આવતી કારને ટક્કર મારી દીધા બાદ સર્જાયેલા ઘટનાક્રમમાં પોલીસે રોંગ સાઇડમાં દોડેલી કારોને પોતાની રીતે ક્લીનચીટ આપવાની કોશિશ કરી હતી પણ અખબારી હેવાલોએ એમ થવા ન દેતા, 48 કલાક પછી પણ બનાવની ફરિયાદ ચોપડે ચડી નથી, પક્ષકારો વચ્ચે સમાધાન માટે વાતચીત ચાલતી હોવાની કેસેટ પોલીસ વગાડી રહી છે.

પરિવાર કોણ છે તે નામ પોલીસ છૂપાવે છે

હોન્ડા સીટી કારના નબીરા એવા સગીર ચાલકને હોસ્પિટલમાં ભરતી કરાયા બાદ અકસ્માતમાં ભોગ બનનાર અન્ય બે વાહનોમાં કોણ-કોણ હતું વગેરે બધું ગોપીત રહી જવા પામ્યું છે. ઇઓનમાં ચાર જણનો પરિવાર હતો જ્યારે ઇનોવામાં 2 શખ્સો હતા, પણ કોણ હતા ? ક્યાંના હતા તે કોઇ વસ્તુ પોલીસ દ્વારા જાહેર કરવામાં રીતસર લાજ કાઢવામાં આવી હતી. આ બાબતે તપાસનીશ હે.કો. ફિરોઝભાઇને પુછવામાં આવતાં તેમણે જણાવ્યું હતું કે, કાલે (મંગળવારે) અન્ય બન્ને વાહનોમાં બેઠેલા વ્યક્તિઓ આવવાના હતા પણ એ લોકો કોઇ કારણોવશ આવી શક્યા નથી, આવી ન શકવા પાછળનું કારણ પુછતાં તેમણે જણાવ્યું હતું કે, પક્ષકારો વચ્ચે આપસમાં સમાધાન થાય તેવા પ્રયાસો ચાલુ છે એટલે કોઇ ફરિયાદ આપવા આવ્યું નથી એમ લાગે છે.

પોલીસે જાતે ફરિયાદ દાખલ કરવી જોઇતી હતી

બનાવની ગંભીરતા જોતાં, વાઇરલ થયેલા વીડીયો જોતાં, પોલીસે જાતે આ રીતે કાયદાનો ભંગ કરી, સગીર નબીરાઓ દ્વારા આડેધડ કાર ડ્રાઇવ કરી, અન્યોના જાન જોખમમાં મુકી દેવા સબંધે સુઓમોટો ફરિયાદ દાખલ કરવી જોઇતી હતી પરંતુ એમ ન થતાં પોલીસ કાર્યવાહી શંકાના દાયરામાં આવી ગઇ છે.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો