ગાંધીધામની આ છાત્રાનો સ્પેનની નૃત્ય સ્પર્ધામાં ડંકો, નેશનલ લેવલે મેળવ્યો બ્રોન્ઝ મેડલ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગાંધીધામ: સ્પેન, યુકે ખાતે યોજાયેલી આંતરાષ્ટ્રીય સ્પર્ધામાં નૃત્યમાં ગાંધીધામની છાત્રાએ ત્રીજો નંબર મેળવી કચ્છનું ગૌરવ વધારી બ્રોંઝ મેડલ મેળવ્યો છે.  21 થી 30 મે રાષ્ટ્રીય લેવલની સ્પર્ધામાં પણ ત્રીજા ક્રમાંકે આવીને વીધી કાંકરેચાએ આંતરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધા માટે પસદંગી પામી હતી. ગાંધીધામની માર્ગમ ર્નુત્ય અકાદમીમાં ધારા શાહની તાલીમ માર્ગદર્શન હેઠળ રાજસ્થાની ર્નુત્યની પસંદગી તેણીએ કરી હતી. જેમાં 30 રાજસ્થાની ડફ, કાચના ટુકડા, ખીલ્લી, થાળી સાથે ર્નુત્યની શરુઆત કરી હતી.

 

સ્પેનમાં યોજાયેલી સ્પર્ધામાં ગાંધીધામની વિધિએ ડંકો વગાડ્યો

 

છેલ્લે ગ્લાસ અને પાણીના સ્ટૅન્ડ પર બેલેન્સ જાળવીને લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. હાલ નવેમ્બરમાં આંતરાષ્ટ્રીય સ્તરે સ્થાન હાંસલ કરીને સંસ્થા અને કચ્છનું ગૌરવ વધાર્યુ છે. સંસ્થાએ હાલમાં 26 રાષ્ટ્રીય પુરસ્કાર હૈદરાબાદ, દિલ્હીમાં મેળવ્યા છે. અખીલ ભારતીય સાંસ્ક્રુતિક સંઘ દ્વારા વર્ષોથી બધાજ પ્રકારના ડેવલોપમેન્ટ પ્રોગ્રામ કરીને બાળકોમાં રહેલી સ્કીલને ડેવલોપ કરવાનું કામ કરી રહિ છે. જેમાં આંતરાષ્ટ્રીય સ્તર પર ર્નુત્ય, સંગીત, સંવાદ બધાજ પ્રકારની કળાનો ડેવલોપમેન્ટ કરાય છે. 

અન્ય સમાચારો પણ છે...