તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગાંધીધામમાં પાન વાળો 3 કરોડનો ચુનો લગાવી ગયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામ: ગાંધીધામમાં રૂપિયા જલદી કમાઈ લેવા માંગતા લોકો માટે વધુ એક આંખ ઉઘાડનારો કિસ્સો સામે આવ્યો છે. સંકુલમાં પાન પાર્લર ચલાવતા વ્યક્તિ દ્વારા વીસી ચલાવાતી હતી. જેણે અઢળક રૂપિયા એકત્ર કર્યા બાદ સપ્તાહથી દુકાનજ ન ખોલતા સભ્યોના 3 કરોડ જેટલા રૂપિયા અટવાયા હોવાની ચર્ચાએ જોર પકડ્યુ છે.

શક્તિનગરમાં સટ્ટાખોર મહિલાએ લાખોનું ફુલેકુ ફેરવ્યાનું કોકડું હજી ગુંચવાયેલુ છે ત્યારે વધુ એક આવોજ કિસ્સો સામે આવ્યો છે. સંકુલમાં પાન પાર્લર ચલાવતો લાંબા સમયથી વીસી અને વ્યાજે રૂપિયા ફેરવવાનું કામ પણ કરતો હતો. જેણે સપ્તાહથી દુકાન ન ખોલતા ચિંતીત લોકોએ ઘરે તપાસ કરતા ઘરે પણ ન મળતા તે ભાગી છુટ્યાનું ફલીત થયું હતું. લોકમુખે ચર્ચાતી વાત મુજબ ઘર પર લોન પાસ કરી તે તડીપાર થયા છે તો ઘટનાના પગલે ઉશ્કેરાયેલા લોકોએ દુકાન બહાર તેનો કબ્જો લેવાયાની વાત ચીતરી નાખી હતી. જેના પર કબ્જો લેવા પણ વધુ લોકો હોનારાથી આંતરીક કલહ ફેલાઈ રહ્યો છે. 

તમામ પીડીતોની શનિવારે દુકાન બહાર બેઠક મળી હતી જેમાં મોટા માથાઓ પણ દેખાયા હતા. તબેલો કર્યા બાદ તેમા નુકશાનીના કારણે આ પગલુ ભરાયાનું પણ એક પક્ષનો મંતવ્ય હતો. દરમ્યાન શહેરમાં ઉપરછાપરી બનતી આવી ઘટનાઓથી ચર્ચાનો માહોલ છવાયો હતો.  જોકે આ ઘટના અંગે પોલીસ ચોપડે હજી કશુ ચડવા પામ્યુ નથી. 

ગત મહિને જ શક્તિનગરમાં એક મહિલા આઇપીએલમાં લાખો રૂપિયા હારી ગયા બાદ મુશ્કેલીમાં મુકાતા પોતાની મહિલા મિત્રો પાસેથી બહાનાઓ કરીને 30 લાખથી વધુની રકમ પડાવી હતી. ત્યાર બાદ લેણદારો રૂપિયા ન માગે તે માટે મદદ કરનારાઓ સામે જ પોલીસ અરજી પણ કરી હતી. જોકે, હજી પણ આ પ્રકરણમાં પણ પોલીસ ચોપડો કોરો રહ્યો હતો. 
અન્ય સમાચારો પણ છે...