ગાંધીધામ: ગાંધીધામ ખાતે ટાગોર રોડથી રોટરી સર્કલથી એરપોર્ટ તરફ જતા માર્ગ પર સોમવારે રાત્રે હિરાલાલ પારેખ ચોકથી રોટરી સર્કલ તરફ ગાંધીધામના માર્ગ પર રોંગ સાઇડમાં રેસિંગના મુડમાં દોડી રહેલી નબીરાઓની ઇનોવા અને હોન્ડા સિટી કારે સામેથી આવતી એક અન્ય કારને જોતાં જ બ્રેક મારી હતી, જેના પ્રતાપે હોન્ડા કાર પલટી ખાઇ ઇઓન કાર પર જઇ ખાબકી હતી અને તેમાં પરિવાર આવી રહ્યો હતો, તે સામાન્ય ઇજા પામ્યો હતો તો પાછળ ધસી આવેલી ઇનોવાએ પણ આ બન્ને કારને ટક્કર મારી દીધી હતી. જેમાં એકની ઇજા થઇ છે.
બનાવને પગલે હોન્ડા કારમાં રહેલા નબીરાને ગંભીર ઇજા પહોંચતા તેને તરત જ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ધૂમ સ્ટાઇલની આ રેસિંગે અનેકના જીવ તાળવે ચોંટાડી દીધા હતા.સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર સોમવારે રાત્રે ઓમ સીનેપ્લેક્ષ પાસેના હિરાલાલ પારખ ચોકથી રોટરી સર્કલ-ટાગોર રોડ તરફ જતા માર્ગ પર રોંગ સાઇડમાં બે નબીરાઓ પૈકી એક હોન્ડા સીટી (કાર નં. જીજે12-સીજી-8884) અને બીજી ઇનોવા કાર (નં. જીજે12-સીપી-4611) રેસીંગ કરી સામેથી આવતી ઇઓન કાર (નં. જીજે12-બીઆર-2573 )ને બચાવવા જતા હોન્ડા કારે બ્રેક મારતા તે કાર ગતિને કારણે પલટી ખાઇ ગઇ હતી
અને 3 પલટી ખાધા પછી સામેથી આવતી ઇઓન કારમાં જઇ ટકરાણી હતી, એ જ ગતિમાં ઇનોવા કારે બ્રેક મારતાં તે પણ આ બન્ને કારોમાં અથડાઇ પડી હતી. ઇઓનમાં એક પરિવાર રાઇટ સાઇડમાં ગાંધીધામથી આદિપુર તરફ જઇ રહ્યો હતો. બનાવમાં પલટી ગયેલી હોન્ડા કારના ચાલક નિપુર આહિર (ઉ.18)ને ગંભીર ઇજાઓ થઇ હતી.
વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ પર ક્લિક કરો...