તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાંધીધામ: એરપોર્ટ રોડ પર ત્રેવડા અકસ્માત, પોલીસ તપાસ હજુ ઠેરની ઠેર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીધામ: સોમવારે રાત્રે એરપોર્ટ રોડ પર થયેલા ત્રેવડા અકસ્માતમાં એક તરૂણ કારચાલકને ગંભીર ઇજા બાદ પણ બનાવ સંબંધે પોલીસે મંગળવારે રાત્રે 9 વાગ્યા સુધી ફીફાં જ ખાંડ્યા હતા અને કોની ફરિયાદ લેવી, હકીકત શું હતી એ બધું વીસારે પાડી, ત્રણેય કાર રાઇટ સાઇડમાં જતી હતી અને એક કારે રસ્તો ક્રોસ કરતાં અકસ્માત સર્જાયો હોવાનું પોલીસે ચોપડે ચિતર્યું હતું. આ ગંભીર બનાવમાં પોલીસની આ રીતભાતે પણ શંકાઓ જન્માવી હતી. રોંગ સાઇડમાં જતી કાર બધાને દેખાઇ હતી, પણ પોલીસે ધરાર તેને રાઇટ સાઇડમાં જ ફેરવી દીધી હતી.

રાત્રે બે, સવારે ત્રણ ગાડીઓ વચ્ચે એક્સીડેન્ટ, સાંજ સુધી તો ફરિયાદ પણ નહીં!

અકસ્માત બાદ ટ્રાફિકજામ નિવારવા હટાવી દેવામાં આવેલી કારોની દિશા રાઇટ સાઇડમાં હતી. સમોવારે રાત્રે 9:15 વાગ્યે હિરાલાલ ચોકથી ટાગોર રોડ પરના રોટરી સર્કલ વચ્ચે રોંગ સાઇડમાં રેસીંગ લગાવી દોડતી કારોએ એક અન્ય કારને પણ અડફેટે લઇ શાંતિથી આવી રહેલા એક પરિવારના જાન જોખમમાં મુકી દીધા હતા. સદભાગ્યે કોઇ જાનહાનિ થઇ નહોતી, પણ અત્યંત સ્પીડમાં બ્રેક મારવા જતાં પલટી ખાઇ ગયેલી હોન્ડા સિટી કારના ચાલક એવા રાજેશ આહિરના 17 વર્ષીય પુત્રને ગંભીર ઇજાઓ થઇ હતી જ્યારે અન્ય બે કારોમાં બેઠેલા લોકોનો ચમત્કારીક બચાવ થયો હતો.

પોલીસ તપાસ હજુ ઠેરની ઠેર, સગીરનું શું?

બનાવ સંબંધે તપાસનીશ હે.કો. ફિરોઝભાઇનો સંપર્ક કરવામાં આવતાં તેમણે જણાવ્યું હતું કે, હજુ સુધી સત્તાવાર ફરિયાદ થઇ નથી, માત્ર જાણવાજોગ હકીકત છે. એ તેમણે સ્વીકાર્યું હતું કે, હોન્ડા સિટી કારનો ચાલક માત્ર 17 વર્ષની વય ધરાવે છે - આ બાબત અપનેઆપમાં એક અલગ ગુનો બને છે.-તેમના જણાવ્યા મુજબ ઇઓન કારમાં રહેલો પરિવાર ભુજ ગયો હોવાથી તેમના કોઇના નિવેદન લઇ શકાયા નથી. બીજીતરફ ઇનોવા કારના ચાલક તથા તેની બાજુમાં બેઠેલા શખ્સ વિશે પણ પોલીસને કોઇ જાણકારી ન હોવાનું તેમણે જણાવી, આ કારનો ચાલક પણ થોડીવારમાં આવશે એમ 7 વાગ્યે જણાવવામાં આવ્યું હતું.
આગળની સ્લાઇડમાં વાંચો, પોલીસ ભીનું સંકેલવાના મુડમાં છે...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો