તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગાંધીધામમાં 23ને ભાંગની પ્રસાદી લેવી મોંઘી પડી, દવાખાને ખસેડવા પડ્યા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર પ્રતિકાત્મક)
ગાંધીધામ: શિવજીને પ્રિય એવી ભાંગની પ્રસાદી લેવી ગાંધીધામના સપનાનગર તથા સેક્ટર-6 અને 7ની 8 મહિલા સહિત 23 લોકોને મોંઘી પડી હતી. ભાંગ પીધા પછી પેટના દુ:ખાવા અને ઉલટીની ફરિયાદના પગલે સારવાર માટે તમામને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા પછી સાંજે તબીયત સુધારા પર રહેતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
- ગાંધીધામમાં ભાંગની અસરથી 23ને દવાખાને ખસેડવા પડ્યા
શહેરના સપનાનગર તથા સેક્ટર-6 અને 7ના રહીશો પૈકી 8 મહિલા અને 15 પુરૂષોને સોમવારે ભાંગ પીધા પછી પેટના દુ:ખાવાની ફરિયાદ ઉભી થઇ હતી. પેટના દુ:ખાવાની સાથે ઉલટી પણ શરૂ થતાં જેને અસર થઇ હતી. તમામને સારવાર અર્થે સેન્ટ જોસેફ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તાલુકા હેલ્થ ઓફિસર ડો. દિનેશ સૂતરિયાએ ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે, ભાંગ પીધા પછી 23ને તેની અસર થતાં સારવાર વખતે સવારે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...