તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગાંધીધામ: 10 દિવસમાં દારૂ બંધ કરો, નહીં તો મહિલાઓની જનતા રેડ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામ: આદિપુર-ગાંધીધામમાં કાર્યરત એકતા મહિલા મંડળ દ્વારા પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સામે ખુલ્લેઆમ ચાલતા નશાના દૂષણો અંગે ધા નાખવામાં આવી હતી. મંડળે દારૂ, આંકડા, ગાંજા સહિતના હાટડાઓ 10 દિવસમાં પોલીસ બંધ કરે તેવી માગણી કરી જો તેવું ન થાય તો મહિલા દ્વારા જનતા રેડ કરવાની ચીમકી ઉચ્ચારી હતી. શહેરના કેટલાક વિસ્તારો વિશે તેમણે તંત્રને જાણ પણ કરી હતી.

- ગાંધીધામના કંડલા ઝોન, સુંદરપુરી સહિતના વિસ્તારોમાં ચાલતી બદી અંગે તંત્રને જાણ કરાઈ
- પોલીસને હાટડાઓ બંધ કરાવવા અલ્ટીમેટમ અપાયું

એકતા મહિલા મંડળના નેજા હેઠળ મહિલાઓએ એકત્ર થઈ શુક્રવારે પૂર્વ કચ્છ પોલીસ વડા સમક્ષ શહેરમાં વકરી રહેલી નશાની બદની સમસ્યા અંગે રજૂઆત કરી હતી. એસપીને સંબોધી લખાયેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, સંકુલના કંડલા ફ્રિ ટ્રેડ ઝોન, ગુજરાત હાઉસિંગ બોર્ડ, ખોડીયારનગર, સુંદરપુરી, સથવારા માર્કેટ, શનિ માર્કેટ, રોટરીનગર, મહેશ્વરી નગર સહિતમાં વિસ્તારોમાં નિર્ભયપણે બુટલેગરો દેશી દારૂ, આંકડા અને ગાંજાનો વેપાર કરી રહ્યા છે.

આદિપુરમાં બસ સ્ટેન્ડ આસપાસ તથા ઝુંપડપટ્ટીમાં આ વેપલો મોટા પ્રમાણમાં ચાલી રહ્યો છે. જેના કારણે મજુર કક્ષાની વ્યક્તિઓ રોજની કમાણી રોજ આની પાછળ ખર્ચી નાખી પોતાના પરીવાર સાથે અન્યાય કરે છે. ઉપરાંત નશાખોરીના લીધે બેરોજગારી, છેડછાડ, લુંટમાર, ચોરી, ઘરેલુ હિંસા જેવા ગુનાઓમાં પણ વધારો થાય છે. દારૂ પીવાવાળા પર કેસ થાય છે પણ વેચનારાઓ ખુલ્લેઆમ ફરતા હોય છે. આ બદીને રોકવા પોલીસ પ્રશાસનને 10 દિવસનો સમય આપી જો ત્યારબાદ પણ કોઇ અંકુશ નહીં આવે તો મહિલાઓ દ્વારા જનતા રેડ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
અન્ય સમાચારો પણ છે...