તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આદિપુર: હોસ્પિટલની બહાર ગેંગરીનનો દર્દી છ દિવસથી સારવાર વીના તરફડી રહ્યો છે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીધામ:આદિપુરના સરકારી દવાખાના રામબાગ બહાર છ દિવસથી ગેંગરીનનો કણસતો દર્દી સારવારના અભાવે બહાર વૃક્ષ નીચે જ પડ્યો છે. પ્રશાસનના દાવા મુજબ અહીં સારવાર શક્ય નથી અને તેને સારવાર અર્થે ભુજ જવું જ નથી, તો દર્દીના કહ્યા મુજબ તેને કોઇ સારવાર આપવામાં આવતી નથી અને ભુજ પણ મોકલાતો નથી, પરંતુ આ સ્થિતિ વચ્ચે આટલા દિવસથી તે વ્યક્તિ એ જ હાલતમાં દવાખાના બહાર વૃક્ષ નીચે કણસતો પડી રહ્યો છે.
37 વર્ષીય ગોરધન ભગવાનદાસ ઠકવાનીના બન્ને પગમાં ગેંગરીન થઈ ગયું છે
હજી થોડા સમય પહેલાં જ ઓરીસ્સામાં હોસ્પિટલે એમ્બુલન્સની વ્યવસ્થા ન કરી આપતા મૃત પત્નીના અંગો તોડી પોટલું વાળી 12 કિ.મી. મૃતદેહને ઉઠાવી જવાનો કાળજા કંપાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યાની સાહી સૂકાઈ નથી, ત્યારે દર્દી અને ડોક્ટરના અલગ-અલગ દાવાઓ સાથેનો અજીબોગરીબ કિસ્સો રામબાગ હોસ્પિટલમાં સામે આવ્યો છે. આદિપુરના જ રહેવાસી 37 વર્ષીય ગોરધન ભગવાનદાસ ઠકવાનીના બન્ને પગમાં ગેંગરીન થઈ ગયું છે.
ભુજ મોકલવાનું કહે છે અને સારવાર આપતા નથી એટલે તે બહાર પડી રહ્યો છે
સારવાર અર્થે છ દિવસ અગાઉ રામબાગ હોસ્પિટલ આવ્યો હતો, પરંતુ તેના કહેવા અનુસાર તેને રોજ ભુજ મોકલવાનું કહે છે અને સારવાર આપતા નથી એટલે તે બહાર પડી રહ્યો છે. તેને કોઇ પ્રાથમિક સારવાર પણ સરકારી હોસ્પિટલ દ્વારા આપવામાં આવી નથી. હાલત એ છે કે દર્દીના પગો અને અન્ય ભાગોને સડવા લાગતા હાલત વધુને વધુ કથળતી જાય છે, તો સામે દવા તો શું ખાવા કે પીવાની સવલત પણ અપાઈ નથી રહી. પરિવાર સાથે વ્યક્તિને કોઇ સંપર્ક નથી.
ભુજમાં નહીં અહીં જ સારવાર કરાવવી છે જે અહીં શક્ય નથી
આસપાસના વેપારીઓ પોતાની રીતે ચા, બિસ્કિટથી મદદ કરી રહ્યા છે. સામે પક્ષે રામબાગ હોસ્પીટલના ઈમર્જન્સી વિભાગના ડો. જયેન્દ્ર પંચોટિયાએ જણાવ્યું હતું કે, તે દર્દીને અગાઉ પણ તેઓ બે વાર હોસ્પિટલમાં જ સારવાર આપી ભુજ મોકલી ચૂક્યા છે, પરંતુ તેને ભુજમાં નહીં અહીં જ સારવાર કરાવવી છે જે અહીં શક્ય નથી. રૂમમાં તેમના દ્વારા સ્વચ્છતા જાળવવામાં ન આવતી હોવાથી અન્ય દર્દીઓને તકલીફ પડતી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.હોસ્પિટલ તંત્ર અને દર્દીની વિરોધાભાષી દાવા વચ્ચે એકવાત સ્પષ્ટ પણે ઉભરી હતી કે, સરવાળે માનવતા જાણે મરી પરવારી છે.
આ અંગેની વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ પર ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો