તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખારસરા ગ્રાઉન્ડ પાસે ઝુંપડપટ્ટીમાં આગ લાગતા 2 ભૂંગા બળીને ખાખ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુજ:  ભુજમાં ખાસરા ગ્રાઉન્ડથી આગળ ઝુંપડપટ્ટીમાં સવારના ભાગે આગ લાગી હતી, જેમાં એક યુવતીના હાથના ભાગે દાઝવાથી ઇજા થઇ હતી. આ અંગે ફાયર બ્રિગેડના વડા અનિલ મારૂએ જણાવ્યું હતું કે, સવારના ભાગે બાવળીયામાં આગ લાગી હોવાનો કોલ આવ્યો હતો, જેથી 2200 લીટર પાણી ભરેલી એક ગાડી સાથે સચિન પરમાર, રોશન, વિનોદભાઇ,  જિજ્ઞેશને મોકલ્યા હતા. 

સ્થળ ઉપર હાજર લોકોએ જણાવ્યું હતું કે, ભૂંગાની પાછળ 2-3 જણ પિયકડ વ્યક્તિઓ બેઠી હતી, જેમણે બીડી પીધા બાદ ફેંકી દીધી હશે, જેથી આગ લાગી હોવાની શક્યતા છે. જોકે, ભૂંગાની અંદર રહેતા ઘર પરિવારના લોકોએ સરસામાન બહાર કાઢી લીધો હતો, જેમાં એક મહિલાને હાથના ભાગ દાઝવાથી ઇજા થઇ હતી.

કચરાની આગમાં વૃધ્ધ મહિલા સહિત બે દાઝ્યા
ભુજના સુરલભીટ રોડ પર આવેલા અંજલી નગરમાં રહેતી વૃધ્ધા બુધ્ધીબેન રાણાભાઇ ફફલ (ઉ.વ.56) પોતાના ઘર પાસે અગ્યારેક વાગ્યાના અરસમાં કચરો બાળી રહયા હતા ત્યારે તેની આગ પહેરેલા કાપડામાં લાગી ગઇ હતી બનાવની જાણ થતાં પડોશમાં રહેતા રાજાભા બીજલભાઇ  ફફલ (ઉ.વ.35)વૃધ્ધ મહિલાને બચાવવા જતાં તેમના બન્ને હાથ દાઝી ગયા હતા, વૃધ્ધ મહિલાને ગંભીર અસર થઇ હતી બન્નેને હોસ્પિયલમાં સારવાર માટે દાખલ કરવમાં આવ્યા હતા પોલીસે બનાવની નોંધ લઇ તપાસ હાથ ધરી છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો