તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નખત્રાણામાં રાત્રે ભીષણ આગ લાગી, આગમાં શ્રમજીવીઅોની આજીવિકા ખાખ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નખત્રાણા: નખત્રાણાના વથાણ ચોકમાં ખેતરપાળ મંદિર પાછળ આવેલી કેબિનોમાં એકાએક અાગ લાગતાં 6 કેબિનો સાવ નષ્ટ થઇ જતાં શ્રમજીવીઓની આજીવિકા છીનવાઇ ગઇ હતી.
નખત્રાણા કેબિન એસો.ના પ્રકાશ ગોર અને કાસમ ખલીફાએ જણાવ્યું હતું કે, મોડી રાત અગમ્ય કારણોસર અચાનક અાગ ભભૂકતાં જાગૃત લોકોએ જાણ કરેલી પણ આગનું સ્વરૂપ વિકરાળ હોતાં 6 કેબિનો ભસ્મિભૂત થઇ હતી, આજુબાજુની કેબિનોમાં પણ નુકસાન થયું હતું.

જે 6 કેબિનો બળીને રાખ થઇ જતાં તેના માલિકો જાકબ ખલીફા, અલી ખલીફા, નવીન મકવાણા, કલ્પેશ ગોસ્વામી તથા અબ્દુલ ખત્રીની આજીવિકા છીનવાઇ ગઇ હતી. આ આગને કાબૂમાં લેવા માટે ગામના પાટીદાર યુવાનો, પોલીસ સ્ટાફ તથા હોમગાર્ડસના જવાનોએ તેમજ સ્થાનિકોએ ત્રણ કલાકની મહેનત કરવી પડી હતી.

વધુ વાંચવા માટે આગળની સ્લાઇડ પર ક્લિક કરો
અન્ય સમાચારો પણ છે...