ગાંધીધામના જીઆઈડીસી વિસ્તારમાં ટિમ્બરની મીલમાં આગ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામ:  ગાંધીધામના જીઆઈડીસી વિસ્તારમાં આવેલી એક ટિમ્બરની મીલમાં બપોરના ભાગે અચાનક આગ ફાટી નીકળી હતી. જેના કારણે એક વ્યક્તિ ઘાયલ થઇ હતી. લાકડાના ભૂંસામાં આગ લાગવાની આ બીજી ઘટના પખવાડિયામાં જ સામે આવી હતી.
 
શહેરના જીઆઈડીસી વિસ્તારમાં આવેલી બજરંગ ટિમ્બર મીલમાં પડી રહેલા લાકડાંના ભૂંસામાં બપોરના ભાગે એકાએક આગ ફાટી નીકળી હતી. જેના કારણે ત્યાં કાર્ય કરી રહેલા લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી. લોકોએ પોતાની રીતે આગ બૂઝાવવાના પ્રયાસો કર્યા છતાં આગને વધતી જોઇ ફાયર ફાઈટર વિભાગને જાણ કરાઈ હતી, જેથી કંડલા ટિમ્બર અને ઈઆરસી સહિત ચારથી વધુ ફાયર ફાઈટરે સ્થળ પર આવી આગને કાબૂમાં લીધી હતી. 
 
કંડલા ટિમ્બરના ફાયર ફાઈટર કર્મી દીપક ગઢવીએ જણાવ્યું હતું કે, મોડી રાત સુધી ધુમાડો ઉડતો હોવાના કારણે સંપૂર્ણ રીતે કાબૂ ન આવે ત્યાં સુધી ફાયર ફાઈટરની ટીમે ઉપસ્થિત રહી પાણીનો મારો ચલાવ્યો હતો. આગમાં એક વ્યક્તિ ઘાયલ પણ થઇ હોવાનું સામે આવ્યું હતું, પરંતુ પોલીસ ચોપડો મોડી રાત સુધી આ અંગે કોરો રહ્યો હતો.
અન્ય સમાચારો પણ છે...