તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાપર: જ્વેલર્સની દુકાનમાં એકાએક આગ લાગતાં 3 લાખનું નુકસાન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાપર: રાપરના માલીચોકમાં આવેલી એક જ્વેલર્સની દુકાનમાં એકાએક આગ ફાટી નીકળતાં દોડાદોડી થઈ પડી હતી. પાલિકાના ફાયરફાઈટરે આગ કાબૂમાં લીધી હતી. અંદાજે 3 લાખ જેટલાનો માલસામાન બળીને ખાખ થઈ ગયો હતો.
શુક્રવારે સવારે 11 વાગ્યાના અરસામાં રાપરના માલીચોકમાં આવેલી વિષ્ણુ જ્વેલર્સમાં શોર્ટસર્કિટ થવાના કારણે દુકાનધારક મુકેશભાઈ બાબુલાલ સોનીના જણાવ્યા અનુસાર તેમાં રહેલા સી.સી.ટી.વી. કેમેરા, ફર્નિચર, ઈન્વર્ટર, દાગીના બનાવવાનું મશીન તથા અન્ય સામગ્રી સાથે 3 લાખથી વધુની નુકસાની થઈ હતી. આગની જાણ થતાં જ નગરપાલિકાના ફાયરફાઈટરે ઘટનાસ્થળે ધસી જઈ આગ પર કાબૂ મેળવ્યો હતો. દાગીના બનાવી ગુજરાન ચલાવતા સોની પરિવારને સરકાર દ્વારા મદદ કરવામાં આવે, તેવી પણ ઘટના બાદ માંગ ઉઠવા પામી હતી.
આ અંગેની વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ પર ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો