તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Fashion Show For Children From 1 Year To 80 Years For Women To Walk The Ramp In Bhuj

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુજ: ફેશન શોમાં 1 વર્ષના બાળકોથી માંડીને 80 વર્ષ સુધીની મહિલાઓ કર્યું રેમ્પ વોક

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જ:ભુજના ભવનાથ મહિલા મંડળ દ્વારા તેના 11 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ. ભાનુશાલી નગરના ગરબી ચોક મધ્યે એક વર્ષના બાળકથી 80 વર્ષ સુધીના મહિલાઓ અને બાળકો માટે વિવીધ સ્પર્ધાઓ યોજાઇ હતી.
આ પ્રસંગે નગરપતિ અશોક હાથી, કારોબારી ચેરમેન શૈલેન્દ્રસિંહ જાડેજા, લીલાધરભાઇ દામા, ભવનાથ મંદિર સમિતિના મુખ્ય દાતા સુશીલાબેન તન્ના પરીવારના સદસ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર આયોજન મંડળના પ્રમુખ હેમલતાબેન, ઉપપ્રમુખ મંછાબેન, ખજાનચી બંસરીબેન ધોળકીયાના માર્ગદર્શન હેઠળ મંડળની બહેનોએ સંભાળ્યું હતું.

સ્પર્ધાના વિજેતાઓ
મધર એન્ડ ચાઇલ્ડ રાઉન્ડના વિજેતા હેતલ શેઠીયા અને દીઆ ઠક્કર, ટીન એજર્સ રાઉન્ડના વિજેતા સૌમ્ય ત્રિવેદી, મેરીડ વુમન રાઉન્ડના વિજેતા ધર્મિષ્ઠાબેન ગોર અને સાસુ વહુ રાઉન્ડના વિજેતા અરૂણાબેન પટેલ અને હિનાબેન પટેલ રહ્યા હતા. આ સ્પર્ધાઓમાં 80 સ્પર્ધકોએ ભાગ લીધો હતો.
વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ પર ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો