રાપરના ‘બાળ વિકાસ કેન્દ્ર’માં પોલીસની રેડ, ઝડપાયું નકલી ઘીનું કારખાનું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાગોદર/ગાંધીધામ: રાપર તાલુકાના ગાગોદર પાસે આવેલી વાંઢમાં દરોડો પાડી પોલીસે દરોડો પાડી નકલી ઘી બનાવવાના કારખાનાને પકડી પાડ્યુ હતુ. તેમાં તૈયાર ઘીના પેકેટ, બનાવવાની સામગ્રી, ખાલી ડબ્બાઓ સહિત કુલ અઢી લાખથી વધુનો મુદામાલ જપ્ત કરાયો છે પરંતુ કોઇ આરોપી પોલીસના હાથે હજી ચડ્યો નથી.

કુલ અઢીલાખથી વધુના મુદામાલ જપ્ત કર્યો

રાપર તાલુકાના ગાગોદરથી પાંચ કિં.મી. દુર આવેલા ભલાણી વાંઢમાં ભાગોળે આવેલા નળીયા વાળા કાચા બાંધકામ વાળા મકાનમાં આડેસર પોલીસે રવિવારના બપોરે દરોડૉ પાડી નકલિ ઘી બનાવવાનું કારખાનું ઝડપી પાડ્યુ હતુ. આ ઘીને અહિ વિવિધ મીશ્રણોથી તૈયાર કરી, પેક કરી મોકલી બજારમાં અસલી ઘી તરીકે વેંચાણાર્થે મોકલાતુ હતુ. પોલીસે આ દરોડામાં 500 મી.લી. ના તૈયાર 1.93 લાખની કિમતના 1290 શંકાસ્પદ નકલી ઘીના પેકેટ, વેજીટેબલ ઘીના 35 હજારની કિંમતના 25 બોક્સ, 22,500ની કિંમતના ઘીથી ભરેલા આઠ મોટા ડબ્બા, ડબ્બા પેક કરવાનું મશીન, વલોણુ, એલ્યુમીનીયમના તપેલા, ગેસના બાટલા, સ્ટવ, ખાલી ડબ્બા, ઢાંકણા સહિતની કુલ 2,73,825 નો મુદામાલ જપ્ત કર્યો હતો.

સમર્થ બાલ વિકાસ કેંદ્રના મકાનમાંથી પકડાયો

શંકાસ્પદ નકલી ઘીનો નમુનો એફએસએલ રીપોર્ટ માટે મોકલવાની તજવીજ પોલીસે હાથ ધરી છે ત્યારે આ આખીય કાર્યવાહિમાં કોઇ પણ શખ્સની અટક કે ઓળખ થઈ શકિ નથી. અહિ નોંધપાત્ર બાબત એ છે કે આ સમગ્ર ગોરખધંધો બંધ પડૅલા ‘સમર્થ બાલ વિકાસ કેંદ્ર’ ના મકાનમાંથી પકડાયો છે. જે લાંબા સમયથી બંધ હાલતમાં હતી જેનો આ પ્રકારનો ઉપયોગ આંતરીક સુત્રોના દાવા મુજબ છ મહિનાથી થઈ રહ્યો હતો.  ત્યારે સરકારી બંધ મકાનોની અંદર આ પ્રકારની ગેરકાનુની પ્રવુતિઓ ચલાવવાની હિંમત કોઇ પીઠબળ વગર કઈ રીતે શક્ય બને તે યક્ષપ્રશ્ન છે.
 
આગળની સ્લાઇડ્સમાં વાંચો, ગાગોદરમાં ગંધ આવી જતા વાંઢમાં ખસેડાયુ હતું.....
અન્ય સમાચારો પણ છે...