તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પૂર્વ પીએસઆઇએ ધમકી આપતાં રહીશોમાં રોષ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામ: કેસરનગરની અંતિમ ગલીમાં પાલિકા દ્વારા ડ્રેનેજની લાઇન નાખવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી રહી છે. બીજી તરફ આ વિસ્તારના નાગરીક અને પોલીસમાં રહી ચૂકેલા શખ્સ દ્વારા અન્ય રહીશોને ધમકી આપી ગટર લાઇનનું કામ કરવા દેતા ન હોવાની ફરિયાદ રહીશોએ પોલીસને કરીને કાર્યવાહી કરવા માંગણી કરી છે.

કેસરનગરના રહીશોએ આદિપુરના પીએસઆઇને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, કેસરનગર-1 છેલ્લી લાઇનમાં નગરપાલિકાના કર્મચારીઓને લાઇન નાખવા દેવામાં આવતી નથી. ગત 22મી તારીખે પાલિકાના કર્મચારીઓ ગટરનું કામ કરતા હતા અને રહીશો પણ હાજર હતા તે સમયે માજી પીએસઆઇ કાનજીભાઇ રતડ (મહેશ્વરી)એ સોસાયટીના રહીશોને ધમકી આપી હતી. આ ધમકીથી રહીશો ગભરાઇ ગયા છે. સોસાયટીના રહીશોએ અવારનવાર હેરાનગતી કરવામાં આવી રહી છે.

આ વ્યક્તિ સામે કાયદાકીય કાર્યવાહી કરી પાસાની પ્રપોઝલ કરવા પણ માંગણી કરવામાં આવી છે. દરમિયાન આ વોર્ડના નગરસેવક નિલેશ ભાનુશાલી અને શીવરાજ ગઢવીએ પણ માજી પીએસઆઇ કાનજીભાઇને સમજાવવા પ્રયાસ કર્યા છતાં આ વ્યક્તિ કાયદાનો કોઇ ભય ન હોય તે રીતે ઉડાઉ જવાબ આપી રહ્યા હોવાની ફરિયાદ કરી રહ્યા છે.

આ મામલો સુધરાઇનો છે, પોલીસનો નહી
આ અનુસંધાને આદિપુરના પીએસઆઇ એન.કે.ચૌહાણનો સંપર્ક કરવામાં આવતાં તેમણે જણાવ્યું હતું કે, કેશરનગરના રહેવાસીઓ પોલીસ મથકે અરજી લઇને આવ્યા હતા પરંતુ આ મામલો નગરપાલિકાનો હોઇ તેમાં પોલીસ કોઇ રીતે હસ્તક્ષેપ કરી શકે એમ નથી કારણે કે દબાણો દૂર કરવા પોલીસ સુરક્ષા આપી શકે, દબાણ દૂર તો જે-તે ઓથોરીટીએ જ દૂર કરવું પડતું હોય છે. જો સુધરાઇ, પોલીસ બંદોબસ્ત માગી દબાણો દૂર કરાવવાનું આયોજન કરે તો પોલીસ બંદોબસ્ત આપવા તૈયાર છે. તેમના કહેવા અનુસાર, લોકોએ પણ આ બાબતે સ્વીકારી હતી અને પાલિકામાં જ ફરિયાદ કરવા જવા તૈયારી દર્શાવી હતી.
પાલિકાના કામમાં અડચણ આવશે
ગાંધીધામ નગરપાલિકા દ્વારા એક તરફ જરૂર પડ્યે પોલીસ રક્ષણ સાથે ગટરનું કામ કરવાની વિચારણા શરૂ કરવામાં આવી રહી છે. બીજી તરફ તેમાં પણ વિલંબ થશે તો આ કામમાં અચડણ આવે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી.
અન્ય સમાચારો પણ છે...