તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પૂર્વ કલેક્ટર મહેન્દ્ર પટેલને એવોર્ડ મળતાં કચ્છને વધારાની 40 લાખની ગ્રાન્ટ મળી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ: કચ્છમાં જુલાઇ-2014થી મે-2016 સુધી ફરજ બજાવનારા કલેક્ટર મહેન્દ્ર પટેલને આ જિલ્લામાં કરેલી કામગીરી માટે શ્રેષ્ઠ સમાહર્તાનો એવોર્ડ જાહેર કરાયો છે. આના કારણે કચ્છ જિલ્લાને વધારાની રૂપિયા 40 લાખની ગ્રાન્ટ રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવશે. 24મીએ મુખ્યમંત્રીના હસ્તે તેમને પ્રશસ્તિપત્ર અને 51 હજારનો પુરસ્કાર તેમને અન્ય રાજ્યના અન્ય ત્રણ કલેક્ટરને એનાયત કરાશે. આ ઉપરાંત પટેલને 2012-13 માટે બનાસકાંઠાના શ્રેષ્ઠ જિલ્લા વિકાસ અધિકારી તરીકેનો એવોર્ડ પણ આપવામાં આવશે.
 
મહેસૂલી સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગત વર્ષે સુરત બદલી પામેલા કલેક્ટર એમ.એસ. પટેલને કચ્છમાં કરેલી કામગીરીની નોંધ લઇને એવોર્ડ જાહેર કરાયો છે. પટેલ સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ચાર કેટેગરીમાં પસંદગી કરાતી હોય છે, જેમાં આદિવાસી વિસ્તાર, નવા બનેલા જિલ્લા અને શહેરી જિલ્લાઓ તેમજ અન્ય બાકી રહેતા જિલ્લા પૈકી આઇએએસ અધિકારીનો સમાવેશ કરાયો છે, જેમાં કચ્છમાં તેમના કાર્યકાળ દરમિયાન થયેલી કામગીરીની નોંધ સરકારે લીધી છે. 

ખાસ કરીને જિલ્લામાં 2015માં ફાટી નીકળેલા સ્વાઇન ફ્લુ દરમિયાન ડોર-ટુ-ડોર મેગા સર્વે, ભુજની રિલોકેશન સાઇટમાં લાલબૂકનું વિતરણ તથા 2014ના નવેમ્બરમાં નિલોફરના વાવાઝોડા સામે સરકારી ધારાધોરણ મુજબ તકેદારીના પગલાં સહિતની કામગીરીની નોંધ લેવામાં આવી છે. એવોર્ડ પસંદગી માટે કંઇક ઇનોવેશન હોવું જરૂરી છે. જેના થકી કચ્છના પૂર્વ સમાહર્તાની પસંદગી કરાઇ હોવાનું જાણવા મળ્યું છે. આ એવોર્ડના લીધે હવે કચ્છ જિલ્લા તંત્રને 40 લાખની સુધારણાના કામોનું અનુદાન અને બનાસકાંઠાને 20 લાખનું અનુદાન આપવામાં આવશે.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

    વધુ વાંચો