તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દેશનાચૂંટણી અધિકારીઓની કોન્ફરન્સ કચ્છના સફેદ રણમાં યોજાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર પ્રતિકાત્મક)
ભુજ: 1લી નવેમ્બર શરૂ થઇ રહેલા કચ્છના રણોત્સવમાં નવેમ્બરમાં દેશના તમામ ચૂંટણી અધિકારીઓની કોન્ફરન્સ યોજાય તેવું આયોજન ઘડાઇ રહ્યું છે. તાજેતરમાં કલેકટર અને અન્ય અધિકારીઓએ સફેદ રણ વિસ્તારની મુલાકાત લીધી હતી અને સમીક્ષા કરી હતી. સમીક્ષા બેઠકમાં કલેકટર મુકુલ ગાંધીએ રસ્‍તાઓના ઝાડી-ઝાંખરા દુર કરવા પાણી પુરવઠો, વિધુત પુરવઠો, સંદેશા વ્યવહાર નેટવર્ક, ફાયર ફાઇટર, આરોગ્ય સેવા લોરીયા ચેકપોસ્ટ ખાતે એન્ટ્રી ફી પોઇન્ટ, ભીરંડીયારા એન્ટ્રી પોઇન્ટ ખાતે સવિશેષ વિન્ડોઝ સુવિધા, એન્ટ્રી પોઇન્ટસ પર સક્ષમ પાર્કિગ વ્યવસ્થા માટે જવાબદારી સુનિશ્ચિત કરી હતી.
ધંધાર્થીઓને ઓળખપત્રો માટે સંલગ્નો, ગ્રામ પંચાયત દ્વારા જરૂરી કાર્યવાહીની સૂચના આપી
તેમણે ડિસેમ્બર-2016માં મુખ્યમંત્રી સૂચિત રણોત્સવની મુલાકાત, તથા દેશભરના રાજયોના ચુંટણી અધિકારીઓની કોન્ફરન્સના આયોજનનો ઉલ્લેખ કરતાં ફૂડકોર્ટ, ક્રાફટ માર્કેટમાં સ્થાનિકોને વધુ અગ્રતા, સરહદી સંવેદનશીલ પરિસ્થિતિ અને સતર્કતાની દષ્ટિએ ધંધાર્થીઓને ઓળખપત્રો માટે સંલગ્નો, ગ્રામ પંચાયત દ્વારા જરૂરી કાર્યવાહીની સૂચના આપી હતી.બેઠકમાં સ્વચ્છતા, ધનકચરાના કાર્યક્ષમ નિકાલ માટેની કારગત વ્યવસ્થા માટેની માર્ગદર્શિકા, તંત્ર પર અધીનતા, ક્રમશઃ ઘટાડવા માટે ડીડીઓ સી.જે.પટેલે તેમના સૂચનો રજુ કર્યા હતા.
બેઠકનું સંચાલન, આભારદર્શન અધિક કલેકટર ઈન્દ્રજિતસિંહવાળાએ કર્યુ હતું. બેઠકમાં ઘોરડો સરપંચ મીયાં હુશેન, લલ્લુજી કંપનીના પ્રતિનિધિ, પ્રવાસનના પીતાંજય, કાઠીયા, ડીએફઓ લલિતસિંહ પરમાર, બાંધકામ વિભાગના કાર્યપાલક ઇજનેર એસ.પી.જોષી, મડિયા, જિલ્લા તબીબી અધિકારી અને સીવીલ સર્જન ડો.જિજ્ઞાબને ઉપાધ્યાય, સીડીએચઓ ડો.ડાભી, નાયબ પોલીસ વડા એ.એસ.ચૌધરી, બીએસએફ સી.ઓ. શૈલેષકુમાર જોડાયા હતા.
અન્ય સમાચારો પણ છે...