તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવા રોટેશન મુજબ કચ્છની 470 ગ્રામ પંચાયતોની થશે ચૂંટણી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ: સોમવારે ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ 27મી ડિસેમ્બરના યોજવાની જાહેરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા કરવામાં આવી છે જેમાં કચ્છની 470 પંચાયતોનો સમાવેશ થશે. તેમાં તાજેતરમાં વિભાજન પામેલી છ પંચાયતો માટે અવઢવ જારી હોવાનું વહીવટી તંત્ર માત્ર ચૂંટણી આયોગના નિયમો માનતું હોવાની છેલ્લા બે માસમાં વિસંગતતાઓ બાદ ઉભી થયેલી રાજકીય કાવાદાવાઓ અને વિરોધ વંટોળની સ્થિતિ બાદ હવે નવા રોટેશન મુજબ જ ચૂંટણીઓ યોજાશે તેમ આધારભૂત સુત્રોએ જણાવ્યું હતું. પંચાયતી ચૂંટણીઓની જાહેરાત થતાં જ ગ્રામીણસ્તરના રાજકારણમાં ગરમી આવે તેમ છે તો રાજકીય પક્ષો દ્વારા સમરસ ઉપરાંત તેમના સમર્થકોને શાસન મળે તેવા પ્રયાસો તેજ બનશે.
રાજકીય તેમજ પંચાયતી પ્રક્રિયા સાથે લાંબા સમયથી સંકળાયેલા લોકોએ અગાઉ એવો મુદ્દો ઉઠાવ્યો હતો કે, 2011ના રોટેશન મુજબ ‘એ’થી ‘કે’ સુધી વારંવાર કોઇને કોઇ પ્રકારની અનામત અમલી બનાવવામાં આવતી રહી છે. જ્યારે એમ પછી રોટેશન ન ફરતાં સમરસતાની ગ્રાન્ટ ગુમાવવા પડે તેવી સ્થિતિ ભૂતકાળમાં સર્જાઇ છે. આવા મુદ્દાઓ સાથે જિલ્લાના જુદા જુદા ગ્રામીણ વિસ્તારોમાં વિરોધ શરૂ કરાયો હતો. જોકે હવે આખરે નવા રોટેશન મુજબ ચૂંટણીઓ યોજાય તેમ સત્તાવાર રીતે જાણવા મળ્યું હતું.

આ માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તૈયારી કરી લેવામાં આવી છે અને એકાદ દિવસમાં જ નવું રોટેશન જારી કરાય તેમ સમજાઇ રહ્યું છે.ડિસેમ્બરમાં યોજાનારી 470 પંચાયતો પૈકી અબડાસામાં સૌથી વધુ પંચાયતોની ચૂંટણીઓ યોજાશે. દરમિયાન તાજેતરમાં વિભાજન પામેલી વર્ધમાનનગર, માધાપર નવાવાસ, વરલી, અંજારની ભીમાસર, વરસાણા, ખંભરા, મારીંગણા અને રાપરની ફતેહગઢમાં જે પંચાયતોની મુદ્દત પૂરી થઇ છે તેમ છતાં ચૂંટણીઓ યોજી શકાશે નહીં. નવી પંચાયતોની ચૂંટણી માટે મતદારયાદી સહિતની પ્રક્રિયા માટે ચારેક માસની મુદ્દત રહેશે તેમ પણ જાણવા મળ્યું હતું.
અન્ય સમાચારો પણ છે...