તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કૂતરાને બચાવવા જતાં ડમ્પર પલટ્યું, ચાલકનું ઘટનાસ્થળે મોત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(પલટી મારી ગયેલું ડમ્પર)
ગાંધીધામ:નવા કંડલા ખાતે સોમવારે સવારે કૂતરાને બચાવવા જતાં ડમ્પર પલટી મારી ગયું હતું અને ચાલકને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. પોલીસે જીવલેણ અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
સાઇડમાંથી દોડતા આવેલા કૂતરાને બચાવવા જતાં ડમ્પર નં. જીજે-12-યુ-6578 પલટી મારી ગયું હતું
નવા કંડલા ખાતે વેસ્ટ ગેટ નં. 1 માર્ગ પર સોમવારે સવારે 11:15 વાગ્યે રસ્તાની સાઇડમાંથી દોડતા આવેલા કૂતરાને બચાવવા જતાં ડમ્પર નં. જીજે-12-યુ-6578 પલટી મારી ગયું હતું, જેના પગલે ચાલક તારાજી ભુરાજી ભાટી (ઉ.41)ને માથામાં ગંભીર ઇજાઓ થતાં તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. બનાવ બાદ ઘટનાસ્થળે લોકોના ટોળા ભેગા થયા હતા અને મહામુશ્કેલીએ મૃતકના દેહને બહાર કાઢી શકાયો હતો. બનાવ સંબંધે મૃતકના ભાઇ ગોવિંદ ભાટીએ પોલીસમાં ફરિયાદ આપતાં અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો