ધુફી પાસે ટ્રકે છોટાહાથીને ટક્કર મારી: છ લોકો ઘવાયા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ન્યાઝમાં ભાગ લઇ પરત ફરતા હતા, ત્યારે થઇ ટક્કર

નલિયા : અબડાસા તાલુકાના નાની ધૂફીથી એક પરિવાર છોટાહાથીમાં બેસી થોડે દૂર જ પીરની જગ્યામાં ન્યાજ ખાવા જતાં હતા, ત્યારે ધૂફીથી થોડે દૂર જ છોટાહાથી પહોંચતાં પાછળથી ટ્રકે જોરદાર ટક્કર મારી હતી, જેના કારણે કરીમભાઇ ઓસમાણ (24), અબ્દુલભાઇ યુસુફભાઇ (18), અકબરભાઇ ઇસ્માઇલ (26), ઇમરાન સિદીકભાઇ (18), સાલેમામદ અબ્બાસ (60) અને મુસ્તાક મામદ ખલીફા (24)ને ઇજાઓ પહોંચી હતી. બનાવને પગલે ઇજાગ્રસ્તોને તાત્કાલિક 108 મારફતે નલિયા સામૂહિક કેન્દ્ર ખાતે સારવારમાં ખસેડાયા હતા. આ લખાય છે, ત્યાં સુધી પોલીસમાં બનાવની માત્ર જાણવાજોગ નોંધ જ થઇ છે.
અન્ય સમાચારો પણ છે...