અંજાર: ફાંસો ખાધેલા પિતાના શબને ઉતારી પુત્રે એ જ ગાળિયામાં ફાંસો ખાધો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંજાર: અંજાર તાલુકાના નગાવલાડિયા ગામે સગા આહિર પિતા-પુત્રે ઘરમાં ફાંસો ખાઇ જીવન ટૂંકાવી દેતાં ચકચાર મચી હતી. સગા પિતા-પુત્રનાં મોત થતાં પોલીસે આત્મહત્યાનો ગુનો નોંધી હત્યા પાછળાના કારણોની તપાસ શરૂ કરી હતી. અંજાર તાલુકાના નગાવલાડિયા ગામે રહેતા 60 વર્ષીય શંભુ મજાભાઇ ધમાભાઇ જાટિયા (આહિર) અને  તેમના 30 વર્ષીય પુત્ર રમેશ મજાભાઇ ધમાભાઇ જાટિયા (આહિર) છૂટક મજૂરીકામ કરી દિવસો વિતાવતા હતા, પરંતુ મંગળવારે સવારે 9થી 1 વાગ્યાના અરસામાં અગમ્ય કારણોસર શંભુભાઇએ ફાંસો ખાઇ પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું. 

બનાવ બાદ પિતાને ફાંસો ખાધેલી મૃત હાલતમાં જોતાં વ્યથિત થયેલા પુત્રે પિતાને ગાળિયામાંથી નીચે ઉતારી પોતે  એ જ ગાળિયામાં આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. પિતા-પુત્રે એક સાથે આત્મહત્યા કરી લીધા હોવાના સમાચારો વહેતા થતાં ગ્રામજનો અને આહિર સમાજના લોકો સ્તબ્ધ થઇ ગયા હતા. આપઘાતના સમાચાર ગામમાં ફેલાતાં મૃતક પિતા-પુત્રના ઘરની બહાર લોકોનાં ટોળાં એકત્રિત થઇ ગયા હતા. 

બનાવ બાદ ગ્રામજનોએ પોલીસને જાણ કરતાં પોલીસે મૃતદેહોને સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. બનાવ બાદ શંભુભાઇના મોટા દીકરા રાજેશે  પ્રાથમિક તપાસમાં જણાવ્યું હતું કે, તેઓ પોતાની વૃદ્ધ માતા સાથે ગામમાં રહે છે અને આત્મહત્યા કરનારો નાનો ભાઇ કામ મળે તો છૂટક મજૂરીકામ કરતો હોવાનું જણાવ્યું હતું અને પિતા કાંઇ કામ કરતા ન હોવાથી આર્થિક સંકડામણને કારણે આપઘાત કર્યો હોવાનું મોટા દીકરા રાજેશે જણાવ્યું હતું.
અન્ય સમાચારો પણ છે...