તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભુજમાં કન્યાઓ ભણવાનું ન છોડે એ માટે ત્રણ નવી શાળાને મંજૂરી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ભુજમાં કન્યાઓ ભણવાનું ન છોડે એ માટે ત્રણ નવી શાળાને મંજૂરી
- ચાલુ સત્રથી મમુઆરા, ડગાળા અને હીરાપરમાં કન્યાશાળા શરૂ થશે
ભુજ: ગ્રામીણ વિસ્તારની કુમાર અને કન્યાશાળામાં કન્યાઓને ભણવામાં ક્ષોભ થતો હોવાથી છોકરીઓ ભણવાનું અધવચ્ચે છોડી જતી હોવાની રજૂઆતોના કારણે રાજ્ય સરકારમાં કરાયેલી કન્યાશાળાઅોની માગણીના પગલે ભુજ અને અંજાર તાલુકાના ત્રણ ગામ માટે કન્યાશાળા શરૂ કરાઇ છે. કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ ત્રિકમ છાંગાએ શિક્ષણ વિભાગમાં કરેલી રજૂઆત બાદ ભુજ તાલુકાના મમુઆરા, ડગાળા અને અંજાર તાલુકાના હિરાપરમાં ચાલુ સત્ર જુન 2015થી પ્રાથમિક કન્યાશાળા શરૂ કરવા માટે સરકારે મંજૂરી આપી છે.

હકારાત્મક પરિણામો માટે ગાંધીનગર સુધીના ધક્કા ખાવા માટે કચાસ ન રાખવાની છાપ ધરાવતા જિલ્લા પંચાયતના પ્રમુખ ત્રીકમભાઇને ઉપરોક્ત ગામોમાં કુમાર અને કન્યા એક સાથે અભ્યાસ કરતાં હોવાથી કન્યાઓ શિક્ષણ છોડી દે છે. પરિણામે કન્યા કેળવણીને ઉત્તેજન આપવાનો હેતુ સિદ્ધ થતો નથી. આ બાબતે છાંગાએ રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને જુન 2015થી આ ગામોમાં કન્યાશાળા શરૂ કરવા પત્ર પાઠવ્યો હતો. જે અંગે શિક્ષણવિભાગે કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને દરખાસ્ત મોકલવા જણાવ્યું હતું.
કાર્યવાહી આગળ વધ્યા બાદ પ્રાથમિક શિક્ષણ નિયામકે નવા સત્ર જુન 2015થી જ નવી કન્યાશાળા શરૂ કરવા મંજૂરી આપી છે. આ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બહાદુરસિંહ સોલંકીએ ભુજ અને અંજારના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને મમુઆરા, ડગાળા અને અંજારના હિરાપરમાં પ્રાથમિક કન્યાશાળા શરૂ કરવા સૂચના આપી છે.
અન્ય સમાચારો પણ છે...