‘બંધારણને પાઠ્યક્રમમાં પૂરતા સ્થાનથી યુવાઓ પ્રેરાય'

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ: ભારતીય સંવિધાનથી આજની યુવા પેઢી શાળા કાળથી જ પરિચિત થાય અને તેને વાંચી-સમજી ભારતીય સંસ્કૃતિના મૂલ્યોને જીવનમાં ઉતારે તે માટે તેને પાઠ્ય પુસ્તકમાં સ્થાન દેવું અનિવાર્ય હોવાનું સંવિધાન દિવસની ઉજવણીના ઉપલક્ષમાં ભુજ ખાતે મુકતજીવન સ્વામીબાપા મહિલા કોલેજ કેમ્પસમાં અધિવક્તા પરિષદ-ગુજરાતના રજતજયંતી વર્ષના ઉપક્રમે ‘બંધારણઃ ભારતીય મૂલ્યોની અભિવ્યક્તિ’ એ વિષય ઉપર વ્યાખ્યાન પ્રસંગે રાજ્યના રાજ્યપાલ ઓ.પી. કોહલીએ જણાવ્યું હતું.
મુખ્ય વક્તા પરિષદના ઉપાધ્યક્ષ કિશોરભાઇએ આ ઉજવણીની શરૂઆત હૈદરાબાદ નેશનલ કાઉન્સિલે કરી હોવાનું જણાવી બંધારણસભાના પ્રથમ કાર્યકારી અધ્યક્ષ શચીન્દ્રનાથ સિન્હાને ટાંકતાં તેમણે કહ્યું કે, બંધારણની રચના થયા બાદ આજ પછી હવે વિપરિત પરિસ્થિતઓ પેદા થાય તો આપણે કોઇને દોષ દઇ શકીએ નહીં. હવે દરેક સારી-નરસી બાબતોની જવાબદારી આપણી પોતાની જ છે.

રાજ્યપાલના અધ્યક્ષપદે યોજાયેલા આ કાર્યક્રમને અખિલ ભારતીય અધિવક્તા પરિષદના અધ્યક્ષ વિજય શેઠ, ઉપાધ્યક્ષ કિશોર કોટક, ગુજરાત અને રાજસ્થાન પ્રભાગના મંત્રી પરિમલ પાઠક અને જિલ્લા અને સત્ર ન્યાયાધીશ મંગેશ મેંગદેએ દીપ પ્રાગટ્ય સાથે ખુલ્લો મૂક્યો હતો.

આ પ્રસંગે ભુજ તાલુકા પંચાયત અધ્યક્ષા કંકુબેન ચાવડા, ભાડા ચેરમેન કિરીટ સોમપુરા, પ્રવિણસિંહ વાઢેર, ઉપેન્દ્ર ઉપાધ્યાય, ભરત સંઘવી, ઘનશ્યામ ગોર, રત્નાકર ધોળકિયા, દર્શક બૂચ, જિલ્લા વિકાસ અધિકારી સી.જે. પટેલ, કચ્છ યુનિવર્સિટીના વીસી સી.બી. જાડેજા, અધિક કલેક્ટર ઇન્દ્રજિતસિંહ વાળા, સરકારી વકીલ કલ્પેશ ગોસ્વામી, મુક્તજીવન સ્વામીબાપા મહિલા કોલેજના ટ્રસ્ટીઓ, આચાર્ય અને શિક્ષકગણ ઉપરાંત છાત્રાઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આયોજન વ્યવસ્થામાં એસ.ડી. પટેલ, હેમસિંહ ચૌધરી, વિપુલ પાઠક, દિલીપ ત્રિવેદી, ગાંધીધામ બાર એસો.ના પ્રમુખ રાજકુમાર લાલચંદાણી, કે.ટી. ચૌધરી, એસ.એસ. ગઢવી, કે.કે. હિરાણી, વિમલ મહેતા સહભાગી બન્યા હતા.

વધુ વાંચવા માટે આગળની સ્લાઇડ પર ક્લિક કરો
અન્ય સમાચારો પણ છે...