તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પછાત ગણાતા લખપતમાં અગરબત્તીનો કુટીર ઉદ્યોગ, 20 બહેનોને પુરી પાડે છે રોજગાર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દયાપર:કચ્છના છેવાડાના અને પછાત એવા લખપત તાલુકામાં ભૂકંપ બાદ અનેક રોજગારો પડી ભાંગ્યા છે તેવા સમયે તાલુકામાં અગરબત્તી બનાવવા કૂટીર ઉદ્યોગ સ્થાપી 20 જેટલી જરૂરીયાતમંદ બહેનોને રોજગાર પૂરો પાડવામાં આવી રહ્યો છે.સામાન્ય રીતે જિલ્લા કે રાજયમાં સરકાર અથવા સંસ્થા દ્વારા ગરીબ,વિકલાંગ કે વિધવા બહેનોને પગભર કરવા માટે શ્રમિક,કુટીર તેમજ ગૃહ ઉધોગ જેવી યોજનાઓના લાભ લેવા ખૂબજ પ્રચાર પ્રસાર કરવામાં આવે છે.
આ કેન્દ્ર માટે કોઇપણ પ્રકારની સરકારી લોન લેવામાં આવી નથી
ત્યારે લખપત તાલુકાના દેાલતપર માતાનામઢ હાઇવે માર્ગ પર અગરબતી બનાવવા માટે કુટીર ઉધોગ બન્યું છે જેમાં આ વિસ્તારની ગરીબ,અપંગ તેમજ વિધવા-નિરાધાર બહેનો ને છેલ્લા નવેક માસથી રોજીરોટી આપવામાં આવે છે. આ કેન્દ્ર માટે કોઇપણ પ્રકારની સરકારી લોન લેવામાં આવી નથી. સંચાલક શંકરદાન ગઢવીએ દિવ્ય ભાસ્કરને માહીતી આપતા જણાવ્યું હતું કે સંસ્થામાં ધૂપસળી, સાદી તેમજ સેન્ટવાળી એમ વિવિધ જાતની અગરબતીઓ બનાવાય છે.
આ કેન્દ્રમાં 150થી વધુ બહેનો હુન્નર અંગેની તાલીમ મેળવી ચૂકી છે
આ સિવાય ગઢવી એ આક્ષેપ કરતા જણાવ્યું હતુ઼ કે અહીં ઉધોગ શરૂ કરવા કોઇ નેતાએ સાથ સહકાર નહોતો આપ્યો પરંતુ જેવું કામકાજ શરૂ થયું કે તરત સૌ નેતાઓ, અધિકારીઓ આવી ગયા અને કુટીર ઉદ્યોગને પગભર બનાવવા તેમજ માર્કેટમાં સ્થાન અપાવવાની માત્ર વાતો જ કરી ગયા. બેંકલોન માટે કરાયેલી અરજીનો અત્યાર સુધી કોઇ ઉકેલ ન આવતા અંતે પોતાની પ્રાઇવેટ પ્રોપટી ઉપર બેંક ધિરાણ લેવાની ફરજ પડી છે. તેમજ અત્યાર સુધી આ કેન્દ્રમાં 150થી વધુ બહેનો હુન્નર અંગેની તાલીમ મેળવી ચૂકી છે. અહીં કામ કરતી બહેનો ને રોજના પગાર ભથ્થા સાથે આવવા જવાનું ભાડું અલગથી અપાય છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો