તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોંગ્રેસે મહામંત્રીના નામ કાઢ્યાનો ચણભણાટ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામ: કોંગ્રેસના પ્રભારીની હાજરીમાં જ શહેરની ખટપટનો ખેલ બહાર આવ્યો હતો. હોદ્દેદારોના લીસ્ટની માગણી કરવામાં આવી તેમાં કેટલાક સનિષ્ઠ કાર્યકરોની બાદબાકી કરવાના પ્રયાસ સામે ચણભણાટ ઉભો થયો હતો. આખરે સૂચના આપવામાં આવ્યા પછી આ મહામંત્રીને પુન:  હોદ્દા આપવામાં આવ્યા હોવાની વિગત બહાર આવી રહી છે. કાર્યકરો સાથેની બેઠકમાં સ્પષ્ટ મેસેજ આપવામાં આવ્યો હતો કે, પક્ષને નુકશાન કરનારા અને ભાજપના એજન્ટ હોય તેને હાંકી કાઢવામાં આવશે. 

એઆઇસીસીના મંત્રી અને કચ્છ લોકસભા વિસ્તારના પ્રભારી દિપક બાબરીયાએ રવિવારે ગાંધીધામમાં સતત બેઠકનો દોર ચલાવીને કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું. લાઇન્સ ક્લબના હોલમાં યોજાયેલા કાર્યક્રમમાં દિપક બાબરીયાએ જણાવ્યું હતું કે,  દોગલાપન કરનારા નેતાઓને પક્ષમાં સ્થાન નથી. ડબલ નીતિ ચલાવીને પાર્ટીને બદનામ કે નુકશાન કરવામાં આવે છે સાંખી લેવામાં આવશે નહીં. અશિસ્ત આચરનારા કાર્યકરોમાં કોઇપણ મોટો નેતા હશે તો તેની સામે પણ પગલા ભરાશે. પક્ષના સંગઠનને મજબુત કરવા ટકોર કરી હતી. 

મીટિંગમાં ગેરહાજર રહેનારની પણ નોંધ લેવાઇ
સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ આ બેઠકમાં કાર્યકરો સાથે રૂબરૂ પણ મુલાકાત લીધી હતી. જે તે કાર્યકરોએ તેને પડતી મુશ્કેલી અંગે રજૂઆત કરી હતી. જોકે, અગાઉ જે તે સમયે બોલાવવામાં આવેલી બેઠકમાં હોદ્દા લઇને બેસી ગયેલા કાર્યકરો ગેરહાજર રહેતા હોય તેની પણ ગંભીર નોંધ લેવામાં આવી હતી. પાર્ટીની ગાઇડલાઇનની બહાર રહેનારા સામે કડક પગલા ભરવાની પણ હિમાયત કરવામાં આવી હતી.  આ બેઠકમાં જિલ્લા કોંગ્રેસના પ્રમુખ નરેશ મહેશ્વરી, રહીમ સોરા, ભચાભાઇ આહિર, શૈલેન્દ્રસિંહ જાડેજા, ઉષાબેન ઠક્કર, તુલસી સુજાન વગેરે હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન શહેર પ્રમુખ સમીપ જોશીએ કર્યું હતું. 

શહેરના વોર્ડ - બૂથ  વાઇસ  સમીક્ષા કરવામાં આવી 
બેઠકમાં સંગઠનની વિવિધ માહિતીની આપલેની સાથે સાથે વોર્ડ વાઇસ બુથ વાઇસ જે કામગીરી થઇ છે કે નથી થઇ તે અંગે પણ સમીક્ષા કરવામાં આવી હતી. આ સમીક્ષામાં વિવિધ મુદ્દાઓે બાબતે સુધારવા માટે પણ સૂચના આપવામાં આવી હતી.

સિંધી સમાજની અવગણના 
સિંધી સમાજના આગેવાનો સાથેની બેઠકમાં સમાજને થઇ રહેલા અન્યાયનો પડઘો પડ્યો હતો. કોંગ્રેસના સમયમાં છથી સાત ધારાસભ્યો સિંધી સમાજના હતા. જ્યારે આજે એક જ ધારાસભ્ય ભાજપના છે. તે અંગે ચર્ચા સાથે સાથે ગાંધીધામમાં સિંધી સમાજને થઇ રહેલા અન્યાય અંગે પણ વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો.
અન્ય સમાચારો પણ છે...