• Gujarati News
  • 900 Elderly Deprived Of Pension On Nine Months Of Bhuj, Widow Woman Elderly Condition Worse

ભુજના 900 વૃદ્ધ નવ માસથી પેન્શનથી વંચિત, મહિલા વિધવા વૃદ્ધોની સ્થિતિ કફોડી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ઉધારી કરીને ઘરનું ગુજરાન ચલાવતા ગરીબ વૃદ્ધો
- પદાધિકારીઓ દાદ નથી આપતા, અધિકારીઓ હડધૂત કરે છે :
- અધિક માસ-રમજાનમાં અન્ન વગર જાતે જ ઉપવાસ થાય છે
ભુજ: ખોબેખોબા મતો આપીને પદાધિકારીઓને લોકો ચૂંટતા હોય છે, પણ હોદ્દો મળી ગયા બાદ આ જ નેતાઓ લોકોને દાદ નથી આપતા, તો બીજીતરફ લોકોએ ભરેલા ટેક્સમાંથી પગાર મેળવતા અધિકારીઓ પણ પોતાને સાહેબ સમજી લોકોને હડધૂત કરતા ખચકાતા નથી. આ બન્ને ઘટના હાલે છેલ્લા 9 માસથી ભુજના નિ:સહાય અને ગરીબ એવા 900 વૃદ્ધ સાથે બની રહી છે. કેન્દ્ર સરકારની ઇન્દિરા રાષ્ટ્રીય પેન્શન યોજના હેઠળ ભથ્થું મેળવતા વડીલોને 270થી એક રૂપિયો પણ ન અપાતાં આ વૃદ્ધોને જીવનનિર્વાહ ચલાવવો ભારે પડી ગયો છે. ઉધારી કરીને પોતાનું ગુજરાન ચલાવતા આ વૃદ્ધની સ્થિતિ કફોડી બની છે, તો જવાબદારો હૂંફ આપવાના બદલે હડધૂત કરવા પણ ઉતરી આવતા રોષ ફેલાયો છે.

આ અંગે ભુજના એક 80 વર્ષીય વૃદ્ધાએ આપવીતી કહેતાં જણાવ્યું હતું કે, ઇન્દિરા રાષ્ટ્રીય પેન્શન યોજના હેઠળ માસિક 400 રૂપિયા મળે છે, જે મામલતદાર તરફથી અપાય છે, જે છેલ્લે તા. 23/12/14ના આગળના જુલાઇ, ઓગસ્ટ, સપ્ટેમ્બર એમ ત્રણ માસનું મળ્યું હતું. આમ જુલાઇ 2015 શરૂ થઇ ગયો. ભુજની વાત કરીએ, તો 900થી વધુ મહિલા-પુરુષોને આ યોજના હેઠળ માસિક રૂા. 400 મળે છે. સરકાર દ્વારા જે વૃદ્ધોને આ યોજનામાં સમાવાયા છે, તે તમામ ગરીબ-લાચાર, બીમાર અને નિ:સહાય છે. આ મુદ્દે અનેકવાર વૃદ્ધો દ્વારા મામલતદાર, કલેક્ટર સહિત તમામ કક્ષાએ રજૂઆત કરાઇ છે આમ છતાં 9 માસથી કોઇ જ પગલાં ભરાયાં નથી, પરંતુ આ મુદ્દે વૃદ્ધો જ્યારે અધિકારીઓને પૃચ્છા કરવા જાય છે, ત્યારે વિવેકી વર્તનના બદલે હડધૂત કરીને અપમાન કરવામાં આવે છે.
વધુ વાંચવા માટે આગળની સ્લાઈડ્સ ક્લિક કરો...