ભુજમાં સાહિત્યકારોની સરખામણી કૂતરા સાથે કરાતા વિવાદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભુજ: ભુજમાં આજે પુસ્તક વિમોચનનો એક પ્રસંગ વિવાદાસ્પદ બની ગયો હતો. પુસ્તક પ્રકાશન માટે દાન કરવા માટે જાણીતા એવા અજીત માનસત્તાએ પોતાના પ્રવચનમાં સાહિત્યકારો અને કુતરાની સરખામણી કરતા પ્રબુદ્ધ સાહિત્યકારોમાં સોપો પડી ગયો હતો. માનસત્તાએ માત્ર એક વાક્યમાં સાહિત્યકાર અને કૂતરાની તુલના કરવાને બદલે પોતાની વાતમાં સતત આ સરખામણી ચાલુ રાખતા સાહિત્યકારોમાં પણ રોષ ફેલાયો હતો.

 

અખા કારણ વિના વડપણ તે વડુ, જ્યમ સ્વલ્પમૂલ્ય તારે તુંબડુ


ભુજમાં આજે અેક નવોદિત કવિયત્રીના કાવ્ય સંગ્રહના વિમોચન પ્રસંગે આ ઘટના ઘટી હતી. સાહિત્યપ્રેમી અજીત માનસત્તાના વકતવ્યમાં સાહિત્યકારોની તુલના કુતરા સાથે કરી હતી. તેમના આ વિવાદાસ્પદ નિવેદનથી એક તબક્કે સભામાં સોપો પણ પડી ગયો હતો. જોકે, કેટલાક સાહિત્યપ્રેમીઓએ આખી વાતને રૂપક તરીકે પણ ગણીને વાતને વાળવાનો પ્રયાસ કર્યો હતો.

 

માનસતાએ સાહિત્યકાર અને કુતરા વિશે શું કહ્યું ?


- ત્રાજવાના એક પલ્લામાં સાહિત્યકાર અને સાધુઓને મુકવામાં આવે અને બીજામાં કુતરાને મુકવા જોઇએ. તેનું કારણ એ છે કે કુતરો જન્મ્યાં પછી તુરંત જ રોટલા માટે ડેલીએ ડેલીએ ભટકે છે અને સાહિત્યકાર કે સાધુનું પણ એવું જ છે. સાધુ ભિક્ષા માટે ભટકે છે અને સાહિત્યકાર પ્રકાશન માટે ભટકે છે.
- ગુજરાતીમાં એક કહેવત છે કે કુતરાની પૂંછડી વાંકી ને વાંકી. સાહિત્યકારો પણ એવા જ છે. ક્યાંય પણ સાહિત્યનો કાર્યક્રમ હશે તો તેઓ નાસ્તા માટે પણ પહોંચી આવશે.
- કોઇ પણ આફત આવી ચડે ત્યારે કૂતરો આકાશ સામે જોઇએ ભૂંકે છે. ભયમાં હોય ત્યારે તેઓ આવું કરે છે. સાહિત્યકારો અને કવિઓ પણ ભયમાં હોય ત્યારે લખવા માંડે છે.
- કુતરાને કાંઇ ઘા લાગે તો તે પોતાના શરીરના તે ભાગ પર ચાટી લે છે કે જેથી તે મટી જાય. સાહિત્યકારને પણ કાંઇ દુ:ખ લાગે ત્યારે તે લખીને પોતાને આશ્વાસન આપે છે. અલબત, કુતરાના કાનમાં કીડાં પડે છે ત્યારે તે તેને ચાટી નથી શકતો અને તે ગાંડો થઇ જાય છે. તેવી જ રીતે સાહિત્યકાર પણ પણ કોઇના કહેવાથી લખે છે ત્યારે તેનું સત્વ તત્ત્વ ચાલ્યું જાય છે અને તે અભિમાની થઇ જાય છે.

 

મારો ઉદ્દેશ ખોટો ન હતો : અજીત માનસત્તા


સાહિત્યકારોને કૂતરા સાથે સરખાવવાના મામલે અજીત માનસત્તા સાથે વાત કરવામાં આવતા તેમણે કહ્યું હતું કે મારો એવો કોઇ ઉદ્દેશ ન હતો કે હું કોઇ સાહિત્યકારને ઉતારી પાડું. એક સાહિત્યપ્રેમી તરીકે તેમનું કાંઇ ખરાબ તો હું પણ સાંભળી ન લઉં. મેં તો માત્ર સાહિત્યકાર અને શ્વાનની તુલનાત્મક સરખામણી કરી હતી.


શું હતો પ્રસંગ ?


નવોદિત કવિયત્રી ખુશ્બુ સરવૈયાઅે રચેલા કાવ્યસંગ્રહનું વિમોચન ભુજની જાણીતી હોટલ વિરામમાં યોજાયું હતું. આ પુસ્તકનું વિમોચન કબીર મંદિરના મહંત કિશોરદાસજીઅે કર્યું હતું. 

 

અન્ય સમાચારો પણ છે...