તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સામખીયાળી RTO પર ભષ્ટાચારનો દાવો કરનાર પર ટોળાએ કર્યો હુમલો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભચાઉ: કોઇને કોઇ કારણોસર વિવાદોમાં રહેતુ સામખીયાળી આરટીઓ ચેકપોસ્ટ વધુ એક વાર ફોકસમાં આવ્યુ છે. અહિ ઓવરલોડ ટ્રકો સાથે સાંઠગાઠ કરી તેનું વજન ઓછુ દર્શાવીને પાવતી ફાડી દેવાનો કરોડોનો ગણાતો ભ્રષ્ટાચાર આચરાતો હોવાનો આરોપ મોડાસાના વ્યક્તિઓ દ્વારા લગાવી તેનું વિડીયો શુંટીંગ કરી પરત જઈ રહ્યા હતા ત્યારે તેમના પર હુમલો કરી તેમને માર મારવાનો બનાવ સામે આવ્યો છે.

સામખીયાળીના આરટીઓ ચેકપોસ્ટ પર રાજ્યનો સૌથી મોટા ભ્રષ્ટાચારો માનું એક કૌભાંડ ચાલતુ હોવાનો ગંભીર આરોપ ઉઠવા પામ્યો છે. ઓવરલોડ ટ્રકોને યંત્રો બંધ કરી કે અન્ય રીતે ઓછી ઓવરલોડ દેખાડી તેને પાવતી આપી દેવાય છે. આ અંગેનો વિડીઓ શુટીંગ કરી તેનો પર્દાફાશ કરવા ઈચ્છતા મોડાસાના કિર્તી મંગળભાઈ પ્રજાપતિ અને જનકભાઈ પલુભાઈ ગોસ્વામી જ્યારે વીડીયો લઈ પોતાની ઈનોવા કારમાં પરત જઈ રહ્યા હતા ત્યારે વિજયાસર ગામના ફાટક પાસે તેમના પર ફોલ્ડરીયાઓ સહિતના ૮ થી ૧૦ શખ્સોએ પ્રાણઘાતક હથીયારો વડે હુમલો કરી ફેક્ચર સહિતની ઈજાઓ 
પહોંચાડી હતી. 

બંન્ને ભોગ બનનારાઓને પ્રથમ ભચાઉ સરકારી હોસ્પીટલ ત્યારબાદ વધુ સારવાર અર્થે ભુજ ખસેડાયા હતા. બનાવની જાણ થતા ભચાઉ પોલીસે પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરીયાદ દાખલ કરી તપાસ આદરી છે.

મલાઈ ખાવી હોય તો ડિઝલ ઠેકેદારના પંપથી ભરાવવાનું!
જો ઓવર લોડ ટ્રકોને ઓછા લોડની પાવતી સાથે પસાર થવા દેવી હોય તો ઠેકેદારના અહિ આવેલા પેટ્રોલપંપમાંથીજ ડિઝલ ભરાવવાનું દબાણ પણ લવાતુ હોવાનો આરોપ ઉઠી રહ્યો છે. વિવિધ સ્તર પર ચાલતા આ ભ્રષ્ટાચારનો આંક દર મહિને એક કરોડને પણ ક્રોસ કરતો હોવાનો અને તેનો લાભ મોટા માથાઓ સુધી પહોંચતો હોવાનો આરોપ પહેલા પણ ઉઠી ચુક્યો છે.
અન્ય સમાચારો પણ છે...