તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભુજમાં બ્રહ્મક્ષત્રિય મહિલા મંડળ દ્વારા બાળ તંદુરસ્તી હરિફાઇ યોજાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભુજ: ભુજના બ્રહ્મક્ષત્રિય મહિલા મંડળ દ્વારા તાજેતરમાં બાલદિનને અનુલક્ષીને 5 વર્ષ સુધીના બાળકો માટે બાળ તંદુરસ્તી હરિફાઇ યોજાઇ હતી જેમાં પોતાના બાળકો સાથે બહોળી સંખ્યામાં માતાઓ ઉપસ્થિત રહી હતી.
 

જ્ઞાતિના કોમ્યુનિટી હોલમાં મંડળના પ્રમુખ દયાગૌરીબેન મચ્છરના અધ્યક્ષપદે યોજાયેલી આ હરિફાઇમાં પ્રથમ ક્રમે કેરવી તુષાર મચ્છર, દ્વિતિય કેશ્વી પરિમલ લીયા તેમજ તૃતિય ત્રિષા આશિષ રાજાવાઢા વિજેતા બન્યાં હતાં. નિર્ણાયક તરીકે ડો. સીમાબેન જોગી અને ડો. પ્રીતિબેન છાટબારે સેવા આપી હતી અને માતાઓને આજના પ્રદૂષણવાળા માહોલમાં બાળકોને  કઇ રીતે તંદુરસ્ત રાખવાં તેની સોનેરી સલાહ આપી હતી.

 

કાર્યક્રમમાં શૈલેષ મકવાણા, બાલાબેન સોનેજી, અલ્પાબેન મચ્છર, પ્રીતિબેન મચ્છર, પલ્લવીબેન લીયા, હેમાંગી કારાતેલા, અરૂણાબેન ટાટારીયા, મધુબેન સોનેજી, મેનાબેન કપૂર સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. આયોજનમાં  બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ પંચાયત અને યુવક મંડળના સદસ્યોએ સહકાર 
આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...