• Gujarati News
  • National
  • Chief Minister Vijay Rupani Naliya Scandal Accepting Moral Responsibility And Give To Resign

નલિયા દુષ્કર્મકાંડ મુદ્દે કોંગ્રેસની રેલી, ઉત્સાહના અતિરેકમાં શિષ્ટાચાર ભૂલાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ:  નલિયામાં આચરાયેલા સામૂહિક દુષ્કર્મમાં સામેલ તમામ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની રજૂઆત સાથે જિલ્લા યુવક કોંગ્રેસે કલેક્ટરને આપેલા આવેદનપત્રમાં આ કાંડની નૈતિક જવાબદારીરૂપે મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ પ્રમુખ રાજીનામું આપે તેવી માગ કરાઇ હતી.

સેકસ રેકેટનો ભોગ બનેલી મહિલાની ફરિયાદના આધારે પોલીસે ટાંકેલી કલમો અનુસાર વહેલી તકે કાર્યવાહી કરાય તેવી માગ કરતા આવેદનપત્રમાં ભાજપના પ્રશિક્ષણ વર્ગના કાર્ડનો ઉપયોગ કરાયો છે, આ મામલે પણ ઉંડાણ પૂર્વકની તપાસ કરાય તેવી રજૂઆત કરાઇ હતી. આ કેસમાં કોઇ વહીવટી દબાણ ન થાય અને રાજકીય હસ્તક્ષેપ ન થાય તેમજ નિષ્પક્ષ તપાસ કરાય તેવી માગ કરાઇ હતી.

કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત, જિલ્લા પ્રમુખ નરેશ મહેશ્વરી, વિપક્ષી નેતા વી.કે. હુંબલ, યુવક પ્રમુખ રમેશ મહેશ્વરી, જુવાનસિંહ જાડેજા, કલ્પનાબેન જોશી સહિતના હોદ્દેદારો અને બહોળી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા.

ઉત્સાહના અતિરેકમાં શિષ્ટાચાર ભૂલાયો
કોંગ્રેસની રેલી કલેક્ટર કચેરીના પ્રાંગણમાં પહોંચી ત્યારે સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરાયો હતો. ઉત્સાહનો અતિરેક થતો હોય તેમ પ્રતિનિધિ મંડળની સાથે મોટી સંખ્યામાં ધસી ગયેલા કાર્યકરોએ કલેક્ટરની ચેમ્બર બહાર પણ શિષ્ટાચાર ભૂલીને સૂત્રો પોકાર્યા હતા. આ તકે તેમ ન કરવાનું જણાવાતાં પક્ષના વરિષ્ઠોએ કાર્યકરોને સમજાવવા પડ્યા હતા.

રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન
ગુજરાત પ્રદેશ યૂથ કોંગ્રેસ દ્વારા અમદાવાદ, વડોદરા, રાજકોટ, મોરબી, અમરેલી અને ગીર સોમનાથમાં વિરોધ પ્રદર્શિત કરાયો હતો. પ્રદેશમંત્રી પાર્થિવરાજ કઠવાડિયાએ પીડિતાને ન્યાય નહિ મળે તો આગામી દિવસોમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરાશે.
 
વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઇડ પર ક્લિક કરો
અન્ય સમાચારો પણ છે...