તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વર્લ્ડ રેકોર્ડસ ઇન્ડિયા બૂકના જજ તરીકે ભુજનો યુવાન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ: ભુજના મિલન મહેન્દ્રભાઇ સોનીને વર્લ્ડ રેકોર્ડસ ઇન્ડિયા બૂકના નિર્ણાયક તરીકેની ભૂમિકા નિભાવવાની જવાબદારી સોંપાઇ છે. મીણબત્તી ઓલવવાનો ગિનિસ બૂક ઓફ વર્લ્ડસ ઉપરાંત ભારતની અન્ય 6 રેકોર્ડસ બૂકમાં મિલન સોનીએ નામ અંકિત કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કચ્છના પ્રવાસે આવ્યા હતા, ત્યારે કચ્છમાંથી 2 વર્લ્ડ રેકોર્ડ નોંધાયા હતા, જેમાં તેમણે વર્લ્ડ રેકોર્ડસ ઇન્ડિયા બૂકના એડિટર પવનભાઇ સોલંકી સાથે નિર્ણાયકની ભૂમિકા ભજવી હતી.
 
ત્યારબાદ વર્લ્ડ રેકોર્ડસ ઇન્ડિયા બૂકના પ્રેસિડેન્ટે કચ્છ જિલ્લા માટે તેમની નિમણૂક કરી છે, જેથી નવા રેકોર્ડસ નોંધાવવા માગતા ઇચ્છુકો માટે તેઓ માર્ગદર્શક અને નિર્ણાયકની ભૂમિકામાં જોવા મળશે. તેમને આ સિદ્ધ બદલ ઠેર-ઠેરથી અભિનંદન મળી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ તેમણે દિવ્ય ભાસ્કરના ફોટોગ્રાફર તરીકે પણ સેવાઓ આપી છે.
અન્ય સમાચારો પણ છે...