તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુજમાં મહિલાઓને સહાય : ‘મોદી’ સિલાઇ મશીન અપાયા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઉત્તરપ્રદેશના ચૂંટણી જંગમાં અૈતિહાસિક વિજય મળવાના કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું રાજકીય કદ વધી ગયું છે, ત્યારે તેમના નામની અસર ઠેર-ઠેર જોવા મળી રહી છે. ભુજની માનવજ્યોત સંસ્થા દ્વારા દાતાના સહયોગથી 40 મહિલાને મોદી નામના સિલાઇ મશીન વિતરીત કરાયા હતા. લંડનના દાતા સ્વ. રામબાઇ વેલજી હાલાઇ, સ્વ. રામજી વેલજીના સહયોગ રહ્યો હતો.  

પરિવારના વિશ્રામ વેલજી હાલાઇ, રતનબેન વિશ્રામ હાલાઇ, સંસ્થાના પ્રમુખ પ્રબોધ મુનવર, સુરેશભાઇ માહેશ્વરી, રમેશભાઇ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, ભવાનજીભાઇ ઠક્કર, શંભુભાઇ જોષી, રફીક બાવા, દીપેશ શાહ, ચમનલાલ જીવાણીએ સ્વનિર્ભર અને  પોતાના પર પર ઉભી થવા ઇચ્છતી મહિલાઓને સિલાઇ મશીન વિતરણ કરાયા હતા, જેમાં 28 વિધવા, 9 ત્યક્તાનો સમાવેશ કરાયો હતો.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો