તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

15મીથી STના ભુજથી અ’વાદ, વડોદરા, સાળંગપુરના નવા રૂટ માટે આદેશ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુજ:કચ્છના મુસાફરોની બહારના જિલ્લાઓ સાથેની અવરજવરને ધ્યાનમાં રાખીને એક્સપ્રેસ, લોકલ ટ્રીપના વધારાના રૂટ શરૂ કરવા માટે આદેશો જારી કર્યા છે, જેમાં પ્રાઇવેટ બસો સામે સ્પર્ધામાં ટકી રહેવા આ પગલાં લેવાયાં હોય તેમ પણ સમજાઇ રહ્યું છે. આ અંગે વિભાગીય નિયામક ડી.એન. ચારોલાએ જારી કરેલા આદેશ મુજબ 15મી સપ્ટેમ્બરથી એક્સપ્રેસ તેમજ લોકલ બસના રૂટ વધારવામાં આવશે.
ભુજથી વડોદરા સવારે 9:30 કલાકે ઉપડી વાયા અમદાવાદ થઇ વડોદરા પહોંચશે
નવા શરૂ થનારી ટ્રીપમાં ભુજથી વડોદરા સવારે 9:30 કલાકે ઉપડી વાયા અમદાવાદ થઇ વડોદરા પહોંચશે, જ્યાંથી બીજા દિવસે સવારે 5 કલાકે ઉપડી આ જ રૂટ પર થઇ બપોરે 3 વાગ્યે પરત ભુજ પહોંચશે, ભુજથી સારંગપુર સવારે 8:45 વાગ્યે ઉપડશે અને સારંગપુરથી સવારે 6:30 કલાકે રવાના થઇ ભુજ પહોંચશે, ભુજથી બારિયા વાયા અમદાવાદ બપોરે 12:30 કલાકે ઉપડશે તેમજ બારિયાથી સવારે 10:45 કલાકે રવાના થઇ રાત્રે 10 વાગ્યે ભુજ આવશે,
બપોરે 12 વાગ્યે અમદાવાદ પહોંચી બપોરે 3 વાગ્યે ઉપડી રાત્રે 11 વાગ્યે ભુજ આવશે
ભુજ-અમદાવાદ પરોઢે 4:15 કલાકે રવાના થઇ બપોરે 12 વાગ્યે અમદાવાદ પહોંચી બપોરે 3 વાગ્યે ઉપડી રાત્રે 11 વાગ્યે ભુજ આવશે.આ સિવાય લોકલના રૂટના મુસાફરોને પહોંચી વળવા ભુજ ડેપો દ્વારા મુન્દ્રા, ગાંધીધામ અને નલિયાના રૂટ માટે મિનિ બસ શરૂ કરવામાં આવી છે, જે સવારે 6 કલાકથી રાતે 10 વાગ્યા સુધી ચાલુ રહેશે, તેવું ભુજ ડેપોના એ.ટી.આઇ. જગતસિંહ સોઢાની યાદીમાં જણાવાયું હતું.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો