ભુજની છાત્રા અેન્ટાર્ટિકા જઇને ક્લાઇમેટ ચેન્જનો અભ્યાસ કરશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભુજ: હવામાન પરિવર્તનના અભ્યાસ માટે સર રોબર્ટ સ્વાનના 2041 ફાઉન્ડેશન દ્વારા ચલાવાઇ રહેલી ઝુંબેશ અંતર્ગત મૂળ ભુજની વિદ્યાર્થિનીની પસંદગી થતાં તે આગામી ફેબ્રુઆરી માસમાં એન્ટાર્ટિકાનો પ્રવાસ કરીને ઉંડાણ પૂર્વકની માહિતી મેળવશે. 13 વર્ષની વયે પસંદ થનારી પ્રથમ કિશોરીનું માન તેમના ફાળે ગયું છે. અમદાવાની સહ્યાદ્રી કૃષ્ણામૂર્તિ ફાઉન્ડેશન સ્કૂલમાં અભ્યાસ કરતી આન્યા ચિંતન સોનીની એન્ટાર્ટિકાના સહેતુક પ્રવાસ માટે પસંદગી કરાઇ છે. આ માટે દર વર્ષે 80 લોકોની પસંદગી કરાય છે જેમાં ચાલુ સાલે તેનો ભારતની સૌથી નાની વયની છાત્રા તરીકે સમાવેશ કરાયો છે. 

 

દર વર્ષે 80 લોકોની પસંદગી કરાય છે તે પૈકી

 

હવામાનમાં આવી રહેલાં પરિવર્તન વિશે લોકોમાં જગૃતિ ફેલાવવાના આશય સાથે યોજાનારા આ પ્રવાસ બાદ સ્વદેશ પરત આવીને અન્ય શાળાઓમાં જાગૃતિ શિબિર યોજવાની ઇચ્છા આ કિશોરીએ વ્યકત કરી છે. તેમના માતા પ્રતિભાબેન સોની પણ આ કઠિન પ્રવાસમાં દેખભાળ રાખવા માટે તેની સાથે જોડાશે. પિતા અમદાવાના એક ઉદ્યોગ ગૃહમાં ફરજ બજાવે છે. આ પ્રવાસ દરમિયાન સાથે રહેનારા ભૂસ્તરશાસ્ત્રીઓ એન્ટાર્ટિકાની બરફાચ્છાદિત ભૂમિના લક્ષણો અને છૂટી પડી રહેલી બરફની શીલાઓ જે હવામાન પરિવર્તન સ્વરૂપે ભવિષ્યમાં કેવી આફતો પેદા કરશે તેની સમજ આપશે.

અન્ય સમાચારો પણ છે...