તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભુજમાં દંડાના ઇશારે જાહેરમાં સજા, આરોપીઓને કરાવાઇ ઉઠક બેઠક

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ: ભુજના સરપટ નાકા પર 25 નવેમ્બરની સાંજે રૂપિયાની ઉઘરાણી મુદે યુવાન ઉપર 8 શખ્સો દ્વારા તલવારથી થયેલા હુમલાના બનાવમાં પકડાયેલા આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર થતાં પોલીસે જાહેરમાં ઉઠક બેઠક કરાવી ઘાક બેસાડતી સજા ફટકારી હતી. મીઠુભાઇ જામીનભાઇ સુમરા (ઉ.વ.38) અને ગની કાસમા સુમરા (ઉ.વ.30) ઉપર શુક્રવારે સાંજે 5 વાગ્યાની આસપાસ આઠ જેટલા શખ્સોએ પૈસાની ઉઘરાણી મુદે દંગલ મચાવી તલવાર-ધોકા જેવા ઘાતક હથિયારોથી હુમલો કર્યો હતો.

આ બનાવમાં પકડાયેલા અનવર ઇબ્રાહિમ સુમરા અને અકબર અલીમામદ સુમરા ધરપકડ કર્યા બાદ આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા બાદ ત્રણ દિવસના રિમાન્ડ મેળવી બી ડિવિઝન પોલીસના PSI એમ.આર. પરમાર તથા સ્ટાફે આરોપીઓને ઘટનાસ્થળ પર લઇ જઇ કોઇ ગુનો ન આચરે તે માટે આરોપીની સરાજાહેર ઉઠક બેઠક કરવવામાં આવી હતી, પોલીસની ધાક બેસાડતી કાર્યવાહીથી લોકો માટે જોણુ બની હતી.
વધુ વાંચવા માટે આગળની સ્લાઇડ પર ક્લિક કરો
અન્ય સમાચારો પણ છે...