તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુજ: એસ.ટી.નું ભાડું વધારે, ચાલુ બસે ઉતરવા જતાં વૃદ્ધનું મોત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
(પ્રતિકાત્મક તસવીર)
ભુજ: ભુજ શહેરના કલેક્ટર કચેરી સામે ચાલુ બસમાંથી ઉતરતા પડી જવાથી ઘવાયેલા આધેડનું મોત થયું હતું. ભુજમાં રહેતા નારણભાઈ તુલસીદાસ ભાનુશાલી (ઉ.વ.55) બુધવારે સવારે 5 વાગ્યાની આસપાસ ભુજના જ્યુબિલી સર્કલ પાસેથી ભાવનગર-નલિયા રૂટની એસ.ટી. બસ નંબર જીજે-18-વી-6249માં બેસી નલિયા તરફ જવા નીકળ્યા હતા, ત્યારે કન્ડક્ટરે ટિકિટનું ભાડું રૂા. 114 કહેતાં વયસ્કને એક્સપ્રેસ બસનું ભાડું વધારે લાગતાં ચાલુ બસે કલેક્ટર કચેરી પાસે બસમાં ઉતરતા હતા, ત્યારે રોડ પર ફંગોળાઇ જવાથી માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી, પ્રવાસીઓમાંથી કોઇએ 108 એમ્બ્યુલન્સને જાણ કરી તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાતા, જ્યારે સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધો હતો. પોલીસે અકસ્માત મોતનો બનાવ નોંધી હેડ કોન્સ. નરેન્દ્રસિંહ રાણાએ તપાસ હાથ ધરી હતી.

પ્રાઇવેટ કરતાં એક્સપ્રેસ બસનું ભાડું ડબલ

ભુજથી નલિયા ચાલતી પ્રાઇવેટ બસનું ભાડું 55 રૂપિયા છે, જ્યારે નલિયા જતી એસટીની એક્સપ્રેસ બસનું ભાડું 110 રૂપિયા છે, આ ડબલ ભાવના તફાવતથી લોકો ખાનગી બસમાં જવાનું પસંદ વધારે કરતા હોય છે, ભાડું વધારે લાગતાં ભુજના આધેડ બસમાંથી નીચે ઉતરતા પડી જવાથી મોતને ભેટ્યો હતો.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો