તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુજમાં તૈયાર થઇ રહ્યા છે ફૂટબોલના ખેલાડી, રાષ્ટ્રીય ચેમ્પિયન આપે છે તાલીમ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુજ: ભુજની લાલન કોલેજના મેદાનમાં સાંજ પડે અને ફૂટબોલના ખેલાડીઓ તાલીમ લેવા પહોંચી જાય છે. જેને રાષ્ટ્રીય સ્તરે ચેમ્પિયન બનેલા ખેલાડી તાલીમ આપી રહ્યા છે. જેમાંથી જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે ઝળકેલા પ્રતિભાશાળી ખેલાડીઓ પાક્યા છે. જેની નોંધ હજુ સુધી કોઇએ લીધી નથી. આજે તેનો સચિત્ર ઉલ્લેખ કરવો છે. શહેરના ફૂટબોલ ખેલાડી ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ વિશેષ માહિતી આપતા કહ્યું હતું કે, ફૂટબોલ પ્રેમીઓ અને ખેલાડીઓએ કચ્છના ફૂટબોલ ખેલાડીઓને રાષ્ટ્રીય સ્તરે ઝળકાવવા આર્ય ફૂટબોલ ક્લબની રચના કરી હતી. 2012ની સાલમાં રજિસ્ટ્રેશન કરાવ્યું.
નદી હંમેશા દરિયા તરફ જ ગતિ કરે તેમ ફૂટબોલ ખેલાડીઓ ક્લબના સંપર્કમાં આવતા ગયા. જેથી લાલન કોલેજના પ્રિન્સિપાલ પરેશભાઇ રાવલ પાસે કોલેજના મેદાનમાં ખેલાડીઓને ટ્રેનિંગ આપવાની પરવાનગી માગી. પ્રિન્સિપાલે ટૂ઼ંક સમયમાં કોલેજના મેદાનમાં રોજ સાંજે ખેલાડીઓને ટ્રેનિંગ આપવાની મંજૂરી પણ આપી દીધી. મેદાન ઉબડખાબડ અને પથરાળ હોવાથી દોઢેક ફૂટ ખોદી તેમાં કપચી અને રેતી ભર્યા બાદ સમથળ કર્યું. જે કામગીરી ખર્ચાળ અને જટિલ હતી, પરંતુ કચ્છના ખેલાડીઓને પ્રતિભા સાબિત કરવા વિશાળ ફલક આપવું હતું એટલે ગાંઠના પૈસા ખર્ચી ખૂબ જ ઓછા સમયમાં મેદાન રમવાલાયક બનાવી દીધું. દાતાઓનો સહયોગ મળશે તો ભવિષ્યમાં ફૂટબોલની રમતને લાયક ગ્રાસી મેદાન બનાવવાની નેમ છે. જે માટે પ્રયાસરત છીએ.
રાજ્ય સ્તરની ગર્લ્સ ફૂટબોલ ટુર્નામેન્ટના આયોજનની યશકલગી
આર્ય ક્લબ દ્વારા 2016માં લાલન કોલેજના ગ્રાઉન્ડમાં ગુજરાતની ગર્લ્સ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શરુથી અંત સુધીની તમામ જવાબદારીઓ ક્લબે ઉપાડી હતી અને સમગ્ર આયોજન સફળતાપૂર્વક પાર પાડ્યું હતું. જેમાં પણ આર્ય ક્લબે કચ્છની ગર્લ્સની ટીમ પહેલી વખતે ગુજરાત રાજ્ય સ્તરે ફાઇનલમાં પહોંચી રનર્સઅપ બની હતી. જે પણ એક ઐતિહાસિક ઘટના છે.

રાજ્યસ્તરે ક્લબના ખેલાડીઓની સફળતા
2016માં વડોદરામાં શોકર્સ સિલ્ડ ટુર્નામેન્ટ યોજાઇ હતી. જેમાં 3જું સ્થાન મેળવ્યું હતું. સંસ્કાર સ્કૂલ ગોગિન્સ સિનિયર ઓપન 2016ના ઓક્ટોબર માસમાં યોજાઇ હતી. જેમાં જિલ્લા સ્તરે ચેમ્પિનયન થયા હતા. ધાણેટી આહિર ફૂટબોલ ક્લબ દ્વારા ઓપન કચ્છ ટુર્નામેન્ટ રમાડવામાં આવી હતી. જેમાં આર્ય ક્લબે ફાઇનલમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. 2015માં તો આર્ય ક્લબે જેટલી ટુર્નામેન્ટો રમી તેમા વિજેતા રહી હતી. એકેયમાં પરાજય થયો નહોતો. જે એક ઐતિહાસિક ઘટના કહેવાય.
ક્વોલિફાઇડ કોચ
ખેલાડીઓને તાલીમ આપનારા અબ્દુલ કાદીર એફ. માલી સેંટ ઝેવિયર્સ ઇંગ્લીશ સ્કૂલના વિદ્યાર્થી હતા ત્યારે દિલ્હી, રાજસ્થાન, પંજાબ અને ગોવામાં બે બે વખત રમી આવ્યા છે. નેપાળમાં પણ વખતે રમી ચૂક્યા છે. આમ તેઓ રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરના ખેલાડી તરીકે પોતાની પ્રતિભા બતાવી ચૂક્યા છે. હાલ તેઓ સેંટ ઝેવિયર્સ ઇંગ્લીશ સ્કૂલના વિદ્યાર્થીઓના ફૂટબોલ રમતના કોચ તરીકે પણ સેવા આપી રહ્યા છે.
31 ખેલાડીઓ રાષ્ટ્રીય સ્તરે ઝળક્યા
આર્ય ફૂટબોલ ક્લબમાંથી તાલીમ લીધેલા અંડર 14ના 12 ખેલાડી, અંડર 16ના 8 ખેલાડી, અંડર 19 (સીનીયર/ઓપન)ના 11 ખેલાડીઓ રાજ્ય સ્તરે પસંદગી પામી રાષ્ટ્રીય સ્તરે રમી આવ્યા છે.
આગળની સ્લાઇડમાં વાંચો,50થી વધુ ખેલાડીઓએ ટ્રેનિંગ લીધી છે...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો