તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુજ: હોસ્પિટલમાં મૃત બાળક જન્મતાં મોતાએ દફનાવવાને બદલે જાહેરમાં ફેંક્યું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
(પ્રતિકાત્મક તસવીર)
ભુજ: ભુજ શહેરના જનરલ હોસ્પિટલ સામેના વાલ્મીકિનગર જતા રિંગરોડ પરથી બુધવારે મૃત બાળકને તેની જનેતાએ દફનાવવાને બદલે જાહેરમાં ફેંકી દેતાં ચકચાર મચી ગઇ હતી. પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ બુધવારે વાલ્મીકિનગર જતા રિંગરોડ ઉપરથી તાજું જન્મેલું બાળક મળી આવતા શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને બાળકનો કબજો મેળવી ભુજની જનરલ હોસ્પિટલમાં મોકલી આપ્યું હતું. તાલુકાના ખાવડામાં રહેતા રામશી વેલા કોલીની પત્નીને ચારથી પાંચ માસનો ગર્ભ હતો. મંગળવારે તેને પ્રસૂતિની પીડા ઉપડતાં સારવાર માટે ખાવડા સરકારી દવાખાનામાં દાખલ કરવામાં આવી હતી.

જ્યાં ફરજ પરના ડોક્ટરે બાળકને બચવાની શક્યતા બહુ ઓછી જણાતાં અને ભુજ લઈ જવાનું કહેતાં 108 એમ્બ્યુલન્સ દ્વારા મંગળવારે બપોરે 3 વાગ્યે ભુજ જી.કે. જનરલ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી, જ્યાં સિઝેરિયન કરતાં બાળક મૃત હાલતમાં જન્મ્યું હતું. તબીબોએ મૃત બાળકનો નાશ કરવા માટે પરિવારને કહેતાં મોડી રાત્રે ખાવડા કયા લઈ જવું તેવું સમજીને બાળકની માતાએ દફનાવવાને બદલે મૃત બાળકને વાલ્મીકિનગર જતા રિંગરોડ પર જાહેરમાં ફેંકી દીધું હતું. બી ડિવિઝનના રાજેન્દ્રસિંહ જાડેજાએ બાળકના માતા-પિતાની પૂછતાછ કરી કાર્યવાહી હાથ ધરી છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો