તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભુજ: સરકાર દ્વારા મહેસૂલી તલાટીની પરીક્ષામાં 4407 ઉમેદવારો આવ્યા જ નહી!

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ: રવિવારે ગુજરાત સરકાર દ્વારા રેવન્યુ તલાટીની 2560 જગ્યા માટે પરીક્ષા યોજાઇ હતી. જેમાં કચ્છમાં 11,122 બેરોજગારોની કસોટી કરાઇ હતી જ્યારે 4407 ઉમેદવારો હાજર જ રહ્યા નહોતા! જિલ્લા શિક્ષણાધિકારી મધુકાંત અચાર્યએ આપેલી વિગતો મુજબ ઓનલાઇન ભરતી માટે લેવાયેલી પરીક્ષામાં કચ્છમાંથી 15525 પરીક્ષાર્થી બેસવાના હતા.

- કચ્છના બે શહેરોની વિવિધ શાળા કોલેજોમાં 528 બ્લોકની વ્યવસ્થા કરાઇ
- રવિવારે ભુજમાં 27 અને ગાંધીધામમાં 12 કેન્દ્રો પર 11,122 નોકરી વાંચ્છુઓની કસોટી લેવાઇ

જેમાં પાછળથી 4નો ઉમેરો કરાયો હતો. જેથી કુલ્લ 15529 ઉમેદવારોની કસોટી થવાની હતી, પરંતુ 4407 બેરોજગારોએ હાજરી જ પૂરાવી નહોતી. તેમણે વધુ માહિતી આપતા કહ્યું હતું કે, ભુજમાં 27 અને ગાંધીધામમાં 12 મળી કુલ્લ 29 કેન્દ્રો ઉપર પરીક્ષા લેવાઇ હતી. જેમાંથી ભુજમાં 397 અને ગાંધીધામમાં 131 બ્લોક માટે વિવિધ શાળાઓ તથા કોલેજમાં વ્યવસ્થા કરાઇ હતી.

દરેક પરીક્ષા કેન્દ્રો માટેના કેન્દ્ર સંચાલક, મંડળના પ્રતિનિધિ, તકેદારી અધિકારી, રૂટ સુપરવાઇઝર, રૂટી કલાર્ક અને ઝોન સ્ટાફ માટે 148 જેટલા કર્મચારીઓને ગોઠવવામાં આવ્યા હતા. પરીક્ષા પૂર્ણ થયા બાદ ઇન્દ્રાબાઇ ગર્લ્સ હાઇસ્કૂલમાં કડક સુરક્ષા વચ્ચે સ્ટ્રોંગ રૂમમાં ઉત્તરવહી પેપરો લઇ જવામાં આવ્યા હતા. પરીક્ષા દરમિયાન ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. બાજુના વિસ્તારોમાં ઝેરોક્ષની દુકાનો પણ બંધ કરાવાઇ હતી.

એસ.ટી. અને વીજ તંત્રનો સહયોગ લેવાયો

પરીક્ષા દરમિયાન બહાર ગામના ઉમેદવારોને કેન્દ્રો પર પહોંચવામાં તકલીફ ન પડે તે માટે એસ.ટી. બસના તમામ રૂટ નિયમિત ચાલે તે માટે ડેપો મેનેજરને તેમજ પરીક્ષા દરમિયાન વિદ્યુત પુરવઠો ન ખોરવાય તે માટે વીજ તંત્રને સૂચના અપાઇ હતી. આમ છતા 4407 પરીક્ષાર્થીઓ કયા કારણસર ગેરહાજર રહ્યા તે જાણી શકાયું નથી.
અન્ય સમાચારો પણ છે...