ભુજ જિલ્લામાં ધો. 12ના 11 કેન્દ્રમાંથી આદિપુર પ્રથમ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શનિવારે જાહેર કરાયેલા ધો.12 સામાન્ય પ્રવાહના પરિણામમાં કચ્છે ઉત્કૃષ્ઠ દેખાવ કર્યો છે. આખા રાજ્યમાં જિલ્લાએ 69.66 ટકા રિઝલ્ટ મેળવીને સુરત (73.84 ટકા), અમદાવાદ સિટી (70.29 ટકા) બાદ ત્રીજું સ્થાન મેળવ્યું છે. ગત વર્ષની તુલનામાં કચ્છના પરિણામમાં સુધારો થયો છે, ગઇ સાલે 67.40 ટકાની સાપેક્ષે આ વર્ષે 2.26 ટકાનો વધારો થયો છે. આદિપુર 83.44 સાથે જિલ્લામાં પ્રથમ રહ્યું છે.
Paragraph Filter
- ગત વર્ષના 67.40 ટકા સામે 2.26 ટકાનો સુધારો :
- રાજ્યમાં સારું પરિણામ મેળવીને ગયા વર્ષ કરતાં કચ્છ જિલ્લો આગળ આવ્યો
- એ-1માં 4 વિદ્યાર્થી, 8782 છાત્ર પાસ
- માર્ચ-2013ના 64 ટકા રિઝલ્ટ સામે 5.66 ટકા વધ્યું
કચ્છમાં માર્ચમાં લેવાયેલી આ પરીક્ષામાં 13240 વિદ્યાર્થી નોંધાયા હતા, જેમાંથી 12980 છાત્રે પરીક્ષા આપી હતી, જેમાંથી હાલે જાહેર થયેલા પરિણામ મુજબ 8782 પાસ તથા 4198 વિદ્યાર્થી નાપાસ થયા છે, જ્યારે ડી ઉપરના ગ્રેડ મેળવનારા 9042 વિદ્યાર્થી છે. ગત વર્ષે એ-1 ગ્રેડ મેળવનારી ભુજની 3 વિદ્યાર્થિની હતી, જ્યારે ચાલુ સાલે 4 વિદ્યાર્થી ભુજ તથા ગાંધીધામમાંથી એ-1માં નોંધાયા છે, જેમાં ભુજની બે વિદ્યાર્થિની, એક વિદ્યાર્થી તથા ગાંધીધામની એક વિદ્યાર્થિનીનો સમાવેશ થાય છે.
ભુજ માતૃછાયા વિદ્યાલયની મહિમા ચંદ્રકાત શાહે 99.98 પર્સેન્ટાઇલ, 92 પર્સન્ટેજ તથા નાઝનીન રમઝાન જસાણીએ 99.96 પર્સેન્ટાઇલ, 90.71 પર્સન્ટેજ મેળવ્યા છે, તો સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના વેનિલ વિજય શાહે 99.95 પર્સેન્ટાઇલ, 90.53 પર્સન્ટેજ મેળવીને એ-1માં સ્થાન મેળવ્યું છે, તો ગાંધીધામની ઇફ્કોની ઓમ વિદ્યા મંદિરમાં અભ્યાસ કરીને રિદ્ધિબા રઘુવીરસિંહ જાડેજાએ 99.95 પર્સેન્ટાઇલ તથા 90.28 પર્સન્ટેજ સાથે એ-1 હાંસલ કર્યો છે.

કચ્છમાં 11 કેન્દ્રો ભુજ, ભચાઉ, ગાંધીધામ, આદિપુર, અંજાર, રાપર, નખત્રાણા, નલિયા, પાનધ્રો, મુન્દ્રા, માંડવીમાં પરીક્ષા લેવાઇ હતી, જેમાંથી આદિપુર 83.44 સાથે પ્રથમ તથા ભુજ 78.57 ટકા તથા ગાંધીધામ 75.09 ટકા સાથે અગ્રેસર રહ્યા છે, જ્યારે ગયા વર્ષે નખત્રાણા કેન્દ્રે 79.03 ટકા સાથે બાજી મારી હતી. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે કચ્છમાં 11425 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી.
અન્ય સમાચારો પણ છે...