તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભુજ: રણકાંધીએ ધ્રંગમાં મેકણદાદા ભાતીગળ લોકમેળાનો પ્રારંભ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ:મહા શિવરાત્રિના પર્વે ધ્રંગના સંત મેકણદાદાના સમાધિ સ્‍થળે ભાતીગળ મેળાનો પ્રારંભ થયો હતો. કચ્છનાં કાપડી સંત મેકણદાદાનું નામ આજે પણ લોકહૃદયમાં ગુંજતું જોવા મળે છે. આ ધાર્મિક લોકમેળાનું મહત્ત્વ જન-જનમાં જોવા મળે છે. મેકણદાદાની પવિત્ર સમાધિ સ્થળના સાંનિધ્યમાં મેળામાં લોક ઉત્સાહને નજીકથી જોવા-જાણવા ઘણા વિદેશી મહેમાનો સાથે ગામે-ગામથી ભાતીગળ પરંપરાગત વસ્ત્રોમાં સંતના જીનામ ભકતો મેળામા શ્રદ્ધાભેર દર્શન સ્થળે ઉમટી પડ્યા હતા.
-રણકાંધીએ ધ્રંગમાં મેકણદાદા ભાતીગળ લોકમેળાનો પ્રારંભ
રાજ્યના સંસદીય સચિવ અને અંજારના ધારાસભ્ય વાસણભાઈ આહિરનું લોકમેળા ઉદ્દઘાટન પ્રસંગે મેળા સમિતિ વતી સ્વાગત કરાયું હતું. ધ્રંગ અખાડાના મહંત મૂળજીરાજા કાપડી, લોડાઇના સંત દયારામદાદા કાપડી, સચ્ચિદાનંદ મંદિર-રતનાલના મહંત વાલદાસજી મહારાજ, બંદરા ભાણ સંપ્રદાયના મહંત જગદીશદાસજી, વિનેશભાઈ સાધુ, વિછિયાના કાનજીદાદા કાપડી, ધોરાજીના શૈલેશદાસ કાપડી તેમજ વૈષ્ણવ સાધુ સમાજ પ્રમુખ બાબુભાઈ કાપડી સહિતના સંતો-મહંતોના આશીર્વચન મેળવ્યા હતા.
વાસણભાઈ આહિરે કહ્યું હતું કે, લોકોને ધર્મભાવનાની અને દાદાની અસીમ કૃપા, સૌભાગ્ય સૌને અહીં પ્રાપ્ત થાય છે. લોકોની અડગ આસ્થા આજે પણ આ સ્થાન સાથે વર્ષોથી જોડાયેલી રહી છે. દાદાના ભક્તો અહીં શિશ નમાવી, પવિત્રતા સાથે શાંતિનો અહેસાસ કરવા આજે પણ દાદાના આંગણે આવે છે, સંત મેકણદાદા આજે પણ કચ્‍છના લોકોની આસ્થાનું અખંડ પ્રતીક બની પૂજાય છે. એ પરંપરાને આપણે હંમેશને માટે જાળવીએ તેમજ સૌની અભિલાષા દાદા પૂર્ણ કરે તેવી પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે એપીએમસી, ભુજના ચેરમેન અરજણભાઈ ચાવડા, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ જીવાભાઈ, સામજીભાઈ રાણા આહિર, કાનજીભાઈ કાપડી વેલજી રવજી આહિર, ત્રિકમભાઈ બી. છાંગા, વી.કે. હુંબલ, રતનાલના પૂર્વ સરપંચ ભચુકાકા, ભુજ મામલતદાર આઇયા તેમજ સેવાભાવી અગ્રણી સહિત મોટી સંખ્યામાં ભાવિકજનો પાવન ગુરુગાદિ સ્થળે સંતજનોના દર્શનાર્થે ઉપસ્થિત રહ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...