તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભુજ: કલાકારોનાં ઘર કલાની યુનિવર્સિટી સમાન, સંતાનોનેય કારીગરી શીખવો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ: કલાકારોનાં ઘર કલાની યુનિવર્સિટી છે. કારીગર માતા-પિતાએ ચોકકસ પોતાના સંતાનોને કલા-કારીગીરી શીખવવી જોઇએ. ભારતની ગુરૂ પરંપરા મુજબ કલાકારોના બાળકો કલા શીખે છે. કલાકારો આબાદ થશે તો દેશ આબાદ થશે. કચ્છના પ્રવાસમાં કલા-કારીગરોની સ્વયં મુલાકાતથી પ્રેરિત થઇ મારૂ જ્ઞાન વધ્યું છે, તેમ આજે ધોરડોની મુલાકાતે આવેલા આસામના રાજયપાલ પી.બી.આચાર્યે જણાવ્યું હતું.

- કચ્છ આવેલા આસામના રાજ્યપાલનો અનુરોધ

ધોરડોના સફેદ રણમાં ટેન્ટ સીટીની માળખાકીય અને હસ્તકલાના વેંચાણની સુવિધાઓના વિકાસમાં રસ લઇ બહુ સારૂ બનાવ્યું છે, તેમ ઉમેર્યું હતું. આચાર્યે આ તકે હસ્તકલા કારીગીરી શીખવા સાથે તેમના બાળકો અભ્યાસ પ્રત્યે એટલી જ રૂચિ લઇ અભ્યાસ કરે તો કલા-કારીગરીમાં વધુ નિખાર આવશે, તેવું સૂચન કર્યું હતું.

ધોરડો ટેન્ટ સીટી ખાતે રાજયપાલ આચાર્ય તથા તેઓના પત્નિએ ક્રાફટ બજારની મુલાકાત લીધી હતી અને કચ્છી હસ્તકલાના કારીગરોને મળ્યા હતા કચ્છી હસ્તકલા ચીજવસ્તુઓ ખરીદી સાથે તેઓએ મડવર્ક, વોલપીસ સહિતની કચ્છી કલાત્મક ચીજ-વસ્તુઓ રસપૂર્વક નિહાળી હતી. બારીકાઇભર્યા કચ્છના કલા-કારીગીરીના ભાતીગળ કામ નિહાળી ખૂબ પ્રભાવિત થયા હતા.
અન્ય સમાચારો પણ છે...