ચોબારીમાં ભીમ અગિયારસની "લાડાની મોજ' સાથે અનોખી ઉજવણી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- નવપરિણીત આહિર યુવકોએ દાંડિયારાસ યોજી ઘોરની આવક ગૌસેવામાં આપી

કકરવા : કચ્છમાં આહિર સમાજની બીજા નંબરની વસતી ધરાવતા ચોબારી ગામે ગત વૈશાખમાં પરણેલા લાડાઓએ (વરરાજા) ભીમ અગિયારસ નિમિત્તે દાંડિયારાસ યોજી તેમાંથી થયેલી ઘોરની આવક ગૌસેવા માટે આપી હતી. વરરાજાઓએ લાડાની મોજ નામનો દાંડિયારાસનો કાર્યક્રમ ગામના ગાંધી તળાવમાં ઉજવ્યો હતો, જ્યાં અબાળ વૃદ્ધોએ મન મૂકીને રાસડા લીધા હતા અને દાંડિયારાસમાં ઘૂમ્યા હતા. આ નિમિત્તે થયેલી ઘોરની તમામ આવક ગાયોના લાભાર્થે વાપરવાનું સર્વાનુમતે ઠરાવાયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, ભીમઅગિયારસના તહેવાર નિમિત્તે સરોવર સફાઈ અને શ્રમયજ્ઞ કરવાની પરંપરા છે, પણ ચોબારીનું ગાંધી તળાવ તો આમેય ખૂબ ઉંડું અને સ્વચ્છ હોઈ આવા કામની જરૂરિયાત ન હોઈ વરરાજાઓએ સ્વખર્ચે નવતર પહેલ કરીને દાખલ બેસાડ્યો હતો.
અન્ય સમાચારો પણ છે...