તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભચાઉમાં પટેલ યુવાનને પરણાવી દેવાની લાલચ આપી રૂપિયા 8.5 લાખની છેતરપિંડી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ: પૂર્વ કચ્છમાં છેલ્લા કેટલાક સમયથી પટેલ મુરતીયાઓને શોધી તેમની સાથે લગ્નની લાલચ આપી અનેક સાથે લાખોની છેતરપિંડી કરતી માતા-પુત્રી તથા ઠગબાજ ટોળકીનો ભાંડો ફુટતાં પોલીસના હાથે ઝડપાઇ ગઇ હતી. ભચાઉના અને હાલ મુંબઇ વસતા પટેલ યુવાનોને છેલ્લા એક મહિનાથી લગ્નની લાલચ આપી ગાંધીધામની માતા-પુત્રીએ 7 લાખ રોકડ અને 5 તોલા સોનું પડાવી શીશામાં ઉતારી વિશ્વાસઘાત કરી ઠગાઇ કર્યાનો બનાવ પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી છે.
- પુત્રીની સુંદરતાને વટાવી લગ્નોચ્છુકને શિશામાં ઉતાર્યો: મુંબઇના મૂરતિયાને ગાંધીધામની મહિલાઓએ છેતર્યો

મુળ ભચાઉના અને હાલ અંધેરી વેસ્ટમાં રહેતા પટેલ યુવાનને ગાંધીધામની પ્રિયંકાબેન તથા કિરણબેન નામની દેવીપૂજક મહિલાઓએ તેમની પુત્રી સાથે લગ્નની લાલચ આપી 7 લાખ રોકડા અને 5 તોલા સોનું લઇ ગાંધીધામની ગંગાબેન મનસુખભાઇ વાવીયા તેવું ખોટું નામ ધારણ કરી સગાઇ કરી હતી.
સગાઇ તોડી આ માતા-પુત્રી પાસેથી રોકડ રકમ તથા દાગીનાની માગણી કરતાં આરોપી મહિલાઓએ જણાવ્યું હતું કે, અમારું આ જ કામ છે, તારા જેવા કેટલાય સાથે આમ જ કર્યું છે. તારાથી થાય તે કરી લે અને જેના પાસે જવું હોય તેના પાસે જા લગ્નની લાલચે ફસાયેલા પટેલ યુવાને ભચાઉ પોલીસમાં શુક્રવારે માતા-પુત્રી સામે છેતરપિંડી કર્યા હોવાની ફોજદારી નોંધાવી હતી.
દેવીપૂજક યુવતી લગ્ને-લગ્ને કુંવારી

ગાંધીધામમાં રહી પોતાના નામો બદલી અનેકને લૂંટતી મહિલા તથા તેના દલાલોએ મુરતીયાઓને ખંખેરી એક જ યુવતીના સાતથી આઠ લગ્નો કરાવ્યા હતા અને તેમાં લાખોની છેતરપિંડીના અનેક બનાવોને અંજામો આપી પુત્રીના લગ્ન કરાવી પાંચ-છ દિવસ બાદ ત્યાંથી તેને ભગાડી ફરી નવા યુવકની શોધ કરતી યુવતી લગ્ને-લગ્ને કુંવારી રહી પોતાના રૂપની માયાજાળ પાથરતી રહી.
અન્ય સમાચારો પણ છે...