ભુજ: ભારતીય સંસ્કૃતિ પુરુષ પ્રધાન હોવાથી બાળકની પાછળ પિતાનું નામ અને અટક લગાડવામાં આવે છે, પછી પિતા તેના પરિવાર સાથે હોય કે ન હોય, પરંતુ આ રૂઢિગત પરંપરાને પડકારનારા જ્વલ્લે જ કોઇ જોવા મળતા હોય છે, જે પિતાના નામ અને અટક હટાવીને પોતાના એકમાત્ર વાલી તરીકે માતાનું નામ જોડીને તેને ગૌરવ બક્ષે છે. આવું માન પોતાની માતાને ભુજના બે સતાનો છે. આ પ્રકારનો કિસ્સો જિલ્લામાં સંભવત: પ્રથમ હશે.
Paragraph Filter
- બાળકોઓ પોતાના નામ પાછળ માતાના નામ તથા માતૃપક્ષની અટકને જોડી
- દાતાઓની મદદથી બાળકોનું શિક્ષણને આગળ વધી રહ્યું છે
બોલિવુડના ખ્યાતનામ નિર્માતા-નિર્દેશક એવા સંજય લીલા ભણસારી પોતાના નામની પાછળ પિતાને બદલે માતાનું નામ લગાડ્યું છે. તેઓની માતા લીલાને તેમણે પિતા અને માતા એમ બન્ને ભૂમિકા અદા કરનારા ગણ્યા છે. નોંધનીય છે કે, સંજય પણ કચ્છના વાગડ વિસ્તારના મૂળ વતની છે. આવું જ કંઇક ભુજમાં પણ બન્યું છે. પિતાએ 3 વર્ષ સુધી બે બાળક તથા માતાને કંઇ પણ કહ્યા વગર છોડી દીધા બાદ 2012માં કાયદાકીય રીતે પણ ત્યજી દીધા. માતા શ્વેતા ગોર, 14 વર્ષીય પૂત્રી કૃપા તથા 11 વર્ષીય પૂત્ર નામદેવ સાવ નોંધારા બની ગયા હતા. કપરાસમયમાં બાળકોની જવાબદારી હિમ્મતપૂર્વક સંભાળી લીધી.
સામાન્ય નોકરી તેમજ અન્ય કામ કરીને પરીવારનું પાલનપોષણ કરી રહ્યા છે, તો દાતાઓની મદદથી બાળકોનું શિક્ષણને આગળ વધી રહ્યું છે. આ સમગ્ર ઘટનાક્રમ તથા જિંદગીની થપાટો ઝીલતા-ઝીલતા એક દિવસ શ્વેતાબેને વિચાર્યું કે, બાળકને જન્મ માતા આપે, તેને હૂંફ, પ્રેમ, સંસ્કાર મા આપે, પૈસા રળીને પિતા આપે, એટલે તેનું નામ બાળકોની પાછળ લગાવાય છે, પણ મારા બાળકોની સારસંભાળ લેવા કે, પૃચ્છા કરવા પિતા તો પહેલાંથી જ બેદરકાર હતા અને હવે તો કાયદાકીય રીતે પણ તેણે હાથ ખંખેરી લીધા છે, તો શા માટે મારા બાળકો પાછળ મારું નામ ન લાગેω બસ, એ પછી તેમણે કાયદાકીય રીતે થતી પ્રક્રિયા કરીને બન્ને બાળકની પાછળ તેમનું નામ અને નાનાજીની અટક લગાડાવી, આવું કરનારા કદાચ તેઓ કચ્છમાં પ્રથમ માતા હોઇ શકે. જેણે રૂઢીગત પિતૃસંસ્કૃતિને પડકારી છે.
માત્ર બાળકને આ પૃથ્વી પર લઇ આવવા માટે ભૂમિકા ભજવવાથી બાળકના નામ પાછળ ખુદના નામનો સિક્કો ફરજિયાત લગાવી દેવો, તે પરંપરા આજે પ્રબુદ્ધો માટે પણ ચર્ચાનો વિષય બની છે. આ કિસ્સામાં બાળકો પણ તમામ વિખરતા સમયે માતાની પડખે રહ્યા અને છેલ્લે તેને પિતાનો દરજ્જો આપવા કટીબદ્ધ પણ બન્યા, ત્યારે 17 વર્ષની થયેલી કૃપા કોલેજના પગથિયાં ચડવા જઇ રહી છે.
આપણા સમાજે બાળકોને ખુદને એ અધિકાર આપવો જોઇએ કે, તે પરિવારનો માહોલ તથા વાલીની પોતા પ્રત્યેની ભૂમિકા જોઇને ખુદના નામ પાછળ કોનું નામ લગાવવા ઇચ્છે છે તે નક્કી કરે. જોકે, કાયદાકીય રીતે આ અધિકાર બાળકોને અપાયો છે, પણ આપણો સમાજ હજી પણ કોઇ મહિલા આ પ્રકારનું પગલું ભરવા ઇચ્છે, તો અનેક સવાલો અને મેણા-ટોણા મારતી હોય છે. જે સંકુચિતતા પાછી મોટા ભાગે મહિલાઓમાં જ જોવા મળે છે. શારીરિક, માનસિક, આર્થિક અને સામાજીક સંઘર્ષ કરનારી આ મહિલાને જો કે, મહિલા શક્તિનો જ સપોર્ટ મળતાં તે હામહાર્યા વગર જીવી ગઇ, જીવી રહી છે. જાણીતા મહિલા કાર્યકર જ્યોતિ ભટ્ટે તેને તમામ રીતે ટેકો અને હૂંફ પૂરા પાડ્યા, એટલે જ તમામ સંજોગોમાં હું ટકી રહી, તેવું શ્વેતાબેને જણાવ્યું હતું.
વધુ વાંચવા આગળની સ્લાઈડ્સ ક્લિક કરો...