તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાંગ્લાદેશની ‘સીમા’ મંજુરાને દેહ-વ્યાપાર માટે મોકલતી હતી યુવતીઓ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ: ભુજના સંજોગનગરમાંથી ઝડપાયેલી બાંગ્લાદેશી ઘૂસણખોર મંજૂરા ખાતુનના ખાવિંદ અકરમ શેખ ઉર્ફે અકુડાની બે દિવસની રિમાન્ડ જીણવટભરી પોલીસ પૂછતાછ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસના સટાકાથી આરોપીના મુખે એક-એક નવા ઘટસ્ફોટ બહાર આવી રહ્યા છે, તો અબડાસા તાલુકાના કોસાવાંઢના સરપંચ અને નલિયા ગ્રામ પંચાયતના ક્લાર્કના રિમાન્ડ પૂરા થતા બન્ને આરોપીઓને જેલ હવાલે કરી દેવામાં આવ્યા છે.
 
સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપના હાથે બોગસ 500ના દરની ચલણી નોટ, જન્મ પ્રમાણપત્ર તેમજ અધાર કાર્ડ, પાનકાર્ડ સહિતના ભારતીય નાગરિકત્વ ધરાવતા બનાવટી દસ્તાવેજ સાથે બાંગ્લાદેશી મંજુરા ખાતુન અને તેના ભત્રીજા સહિત ત્રણ જણને ઝડપી પાડ્યા બાદ ભુજમાં રહેતો મંજુરાનો પતિ અકરમ પોલીસની પકડથી દૂર રહ્યો હતો, જેને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પકડી લીધા બાદ ભુજ બી ડિવિઝન પોલીસે કબજો લઇ રિમાન્ડ મેળવી એસઓજીની ટીમ સાથે પૂછપરછ હાથ ધરી હતી. 

આરોપી અકરમ બે માસ માટે અગાઉ મંજુરા સાથે બાંગ્લાદેશમાં રોકાઇ આવ્યો હોવાની તેમજ તેનો મુખ્ય ઉદેશ બાંગ્લાદેશી યુવતીને ભારતમાં લઇ આવી ભુજમાં જયરત્ન બિલ્ડિંગમાં ભાડે રાખેલા મકાનમાં કૂટણખાનામાં દેહવ્યાપાર કરાવવાનો હતો. બાંગ્લાદેશના રહેતી સીમા નામની મહિલા દ્વારા તેને યુવતીઓ સપ્લાય કરાતી હતી. સીમા ભારત સુધી યુવતી લઇ આવવા માટે તગડું કમિશન માગતી હોવાથી અકરમ અને મંજુરા અઢી વર્ષ પહેલાં ત્રણ યુવતીને લઇ આવ્યા હતા. 

જેમાં એક સગીરા અને ત્રણ ભુજના શખ્સો રંગરેલિયા કરતા ઝડપાઇ ગયા હતા અને તે વખતના કેસમાં અગાઉ અકરમ પોલીસના હાથે ઝડપાઇ ગયા બાદ જામીન પર મુક્ત હતો અને મંજુરા વોન્ટેડ હતી, મંજુરા પોલીસના હાથે પકડાઇ ગઇ હોવાની અકરમને જાણ થતાં તે નાસી છૂટ્યો હતો. 
 
દરમિયાન, અમદાવાદ અને સુરતમાં પ્રાઇવેટ વાહન ચલાવીને છૂટક ધંધો કરતો હોવાનું અને વચ્ચે માંડવી પણ આવ્યો હોવાનું પોલીસ સમક્ષ કબૂલ્યું હતું. હાલ બી ડિવિઝન પોલીસ અને એસઓજીની ટીમ દ્વારા અકરમ અને તેની પત્નીને સામસામે બેસાડી સઘન પૂછતાછ હાથ ધરવામાં આવી રહી છે.
 
વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો 
અન્ય સમાચારો પણ છે...