અંજારના રબારી મહિલાનું સ્વયંસિદ્ધા એવોર્ડથી સન્માન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કરાયું બહુમાન

ભુજ : ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી બિઝનેસ વિમેન વિંગ્સ દ્વારા આઉટસ્ટેન્ડિંગ બિઝનેસ પરફોર્મન્સ એવોર્ડ "સ્વયંસિદ્ધા 2015' માટે અંજારના મહિલાનું નામાંકન થયું હતું, જેના પગલે અલગ-અલગ ક્ષેત્રના જ્યુરી પેનલ દ્વારા રૂબરૂ મુલાકાત કરવામાં આવી હતી, જેમાં ગ્રામિણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન કરવા બદલ પાલીબેન રબારીની એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી હતી.
તાજેતરમાં અમદાવાદ ખાતે નાણામંત્રી સૌરભ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા સમારોહમાં મહિલા બેંકના ડાયરેક્ટર પદ્મશ્રી કલ્પના સરોજના હસ્તે આ એવોર્ડ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. બિઝનેસ વિમેન વિંગ્સના ચેરપર્સન ઉષા બીરમીએ એવોર્ડ વિજેતાના કામની પ્રસંશા કરતાં કહ્યું હતું કે, એક અભણ મહિલા બધી જ શિક્ષિત બહેનો માટે પ્રેરણાસ્ત્રોત છે.
નાણામંત્રીએ પોતાના પ્રવચનમાં એક અશિક્ષિત મહિલા પોતાની કલા દ્વારા બીજી બહેનોને સંગઠીત કરીને રોજગારીનું સર્જન કરી રહ્યા છે તે ગૌરવની બાબત છે, તેવું કહેતાં બીજી મહિલાઓ માટે રોલ મોડેલ જેવું કામ કરશે તેવી આશા વ્યક્ત કરી હતી. એવોર્ડ મેળવનારા બહેને સમય પહેલાં જ પોતાની કંપની પાલીબેન.કોમની શરૂઆત કરી છે, જેને નોંધપાત્ર પ્રતિસાદ મળી રહ્યો છે.