તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Alternately Kutchh Earthquake Shocks Vibrations From A Late Night Dudhai In 3 Point 5

કચ્છમાં એકાંતરે ભુકંપના આંચકા, મોડી રાત્રે દુધઇમાં 3.5નું કંપન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ: કચ્છના પેટાળમાં સળવળાટ ચાલી રહ્યો છે, ત્યારે સોમવારે દુધઇ વિસ્તારમાં 3.5ની તીવ્રતાનું વધુ એક કંપન નોંધાયું હતું.મોડી રાતે 2:13 કલાકે અનુભવાયેલા આ આંચકાનું કેન્દ્રબિંદુ દુધઇથી ઉત્તર-પશ્ચિમે 28 કિ.મી. દૂર હતું. આ પૂર્વે રવિવારે સાંજે 7:18 વાગ્યે 2.6નો તથા સવારે 1.8નો આંચકો પણ નોંધાયો હતો, આમ બે દિવસમાં છ કંપન આવ્યા હતા.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, વીતેલા સપ્તાહે બુધવારે ધોળાવીરામાં 3.4નો તેમજ એ જ દિવસે રાત્રે ભુજના બંદરા પાસે 3.7નો આંચકો લોકોને ભયભીત બનાવી ગયો હતો, તો ભચાઉમાં શનિવારે 4ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. મોટા ભાગના કંપનો ભચાઉ, રાપર અને અંજારના દુધઇ વિસ્તારમાં એટલે કે, પૂર્વ કચ્છમાં નોંધાઇ રહ્યા હોવાથી ત્યાંથી ફોલ્ટલાઇનો સક્રીય થઇ હોવાનું સમજાઇ રહ્યું છે.
અન્ય સમાચારો પણ છે...