તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાંધીધામ: ‘જો દારૂ બંધ કરાવતા હો તો હપ્તા જેટલી રકમ અમે ચૂકવવા તૈયાર છીએ’

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીધામ:દારૂ-જુગારની વકરેલી બદીથી ચોમેર વિરોધ ઉઠી રહ્યો છે અને એ જ અંતર્ગત આજે નિંગાળ ગામના મહિલાઓ સહિતના લોકો ગાંધીધામના એસ.પી. કચેરીમાં ધસી ગયા હતા, જ્યાં એસ.પી. જાતે હાજર ન હોઇ નાયબ પોલીસ અધિક્ષક આર.જે. બારોટે લોકોનું આવેદન સ્વીકારી દારૂ બંધ કરાવવાની ખાતરી આપી હતી. ઉશ્કેરાયેલી મહિલાઓએ ત્યાં સુધી કહી દીધું હતું કે, જો પોલીસ હપ્તા આપતા પોઇન્ટ બંધ કરાવે, તો એ હપ્તા જેટલી રકમ અમે જ આપવા તૈયાર છીએ પણ આ બદી દૂર કરો.
પોલીસને હપ્તા આપું છું, પછી શા માટે દારૂનો ધંધો બંધ કરું ?
સેંકડો લોકોની સહી સાથે આપવામાં આવેલા આવેદનપત્રમાં લોકોએ માગણી ઉઠાવતાં જણાવ્યું હતું કે, ગામનો કારા અજા બાફણ સરેઆમ દારૂનું દૂષણ ફેલાવી રહ્યો છે, જ્યાં અગાઉ લોકોએ જનતા રેડ પણ કરી હતી, પરંતુ એ પછી પોલીસ નિષ્ક્રીય રહેતાં ફરી આ શખ્સ દ્વારા દારૂનો વેપલો કરવામાં આવી રહ્યો છે. આ શખ્સ વિરૂદ્ધ અનેક ગુનાઓ દાખલ થયા છે, તો લોકોની અનેકવારની રજૂઆતો તે ધ્યાને લેતો નથી અને ધાકધમકીઓ પણ કરે છે કે, પોલીસને હપ્તા આપું છું, પછી શા માટે દારૂનો ધંધો બંધ કરું ? ગુંડાગીરી પરબ ઉતરી આવતાં આ ધંધાર્થી તથા તેના સાગરીતો દ્વારા મહિલા વર્ગની પણ હેરાનગતિ કરવામાં આવે છે, જેના કારણે મહિલાઓએ પણ આ વિરૂદ્ધ રજૂઆત કરવા ઘરની બહાર આવવાની ફરજ પડી છે.

લોકોએ જનતા રેડ કરી હનીફ બાબુ બાફણને ઝડપી લીધો હતો
અગાઉ તા. 24/3/16ના લોકોએ જનતા રેડ કરી હનીફ બાબુ બાફણને ઝડપી લીધો હતો અને તેણે આ દારૂ કારા અજા પાસેથી ખરીદ કરેલો હોવાનું જણાવતાં આ બન્ને શખ્સો વિરૂદ્ધ અંજાર પોલીસમાં ફરિયાદ પણ આપવામાં આવી હતી. પોલીસ કાર્યવાહી બાદ આ શખ્સો ફરી બમણા જોરથી દારૂનો વેપલો કરી રહ્યા છે. મહિલાઓએ ત્યાં સુધી રજૂઆત કરી હતી કે, જો પોલીસ આ દારૂવાળા પાસેથી હપ્તા મેળવે છે એ પોઇન્ટ બંધ કરાવતી હોય તો એટલા જ હપ્તા અમે આ પોઇન્ટ બંધ કરાવવા આપવા તૈયાર છીએ, જે રજૂઆતે પોલીસ માટે ભારે સાબિત થયો હતો.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો